નેશનલ અચીવર્સ રીકોગ્નેશન ફોરમ, ન્યુ દિલ્હી દ્વારા એવોર્ડ એનાયત

ગુંદાવાળી પાસે આવેલ પદ્મકુંવરબા હોસ્પિટલને નેશનલ અચીવર્સ રીકગ્નીશન ફોરમ, ન્યુ દિલ્હી દ્વારા સમગ્ર દેશમાંથી અલગ અલગ ક્ષેત્રની સંસ્થાઓમાંથી શ્રેષ્ઠ કામગીરી કરતી સંસ્થાઓને પસંદ કરી આવેલ. શ્રેષ્ડ સંસ્થાઓને એવોર્ડથી સન્માનીત કરવામાં આવે છે. ત્યારે ગત તા.ર ડિસેમ્બરના રોજ ન્યુ દિલ્હી ખાતે એવોર્ડ ફંકશનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શ્રેષ્ઠ હેલ્થકેર સર્વિસ કેટેગરી માટે રાજકોટની વર્ષોથી જાણીતી પદ્મકુંવરબા હોસ્પિટલને પસંદ કરી એવોર્ડ દ્વારા સન્માનીત કરવામાં આવે છે. ત્યારે પદ્મકુંવરબા હોસ્પિટલના સુપ્રિ. ડો. કે.જે. પીપળીયા સીહતના હોસ્પિટલની સમગ્ર ટીમ ગૌરવની લાગણી અનુભવી રહ્યાં છે.

હોસ્પિટલમાં દરરોજના 1000 થી 1200 દર્દીઓની ઓપીડી: ડો. કે.ડી. પીપળિયા

‘અબતક’ સાથેની વાતચીત દરમિયાન પદ્મકુંવરબા હોસ્પિટલના સુપ્રિ. ડો. કે.જે. પીપળીયાએ જણાવ્યું હતું કે, પદ્મકુંવરબા હોસ્5િટલને નેશનલ અચીવર્સ ફોરમ ન્યુ દિલ્હી દ્વારા હેલ્થ કેર સર્વીસ માટે એકસીલન્સ બાબતનો એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. પદ્મકુંવરબા હોસ્પિટલને અગા. પણ અનેક વિધ એવોર્ડથી સન્માનીત કરવામાં આવેલ છે. જેમાં એન્કવાસ લક્ષ્ય, કાયાકલ્પ કવોલીટી અંતર્ગત નેશનલ લેવલના એવોર્ડ મળેલ છે.

જેને ઘ્યાને રાખી નેશનલ અચીવર્સ ફોરમ ન્યુ દિલ્હી દ્વારા સામેથી હોસ્પિટલની કામગીરી બાબતોને ઘ્યાનમાં લઇ હેલ્થ એકસેલન્સનો એવોર્ડ મળે છે. હોસ્પિટલમાં ગાયનિક સહીતની તમામ સ્પેશ્યાલીટીની સર્વિસ ઉપલબ્ધ છે. ફકત ઓર્થોપેડીક સર્જરી કરવામાં આવતી નથી. છેલ્લા એક વર્ષમાં હોસ્પિટલમાં ગાયનેક વિભાગની કામગીરી પિડિયાટ્રીકની કામગીરી પિડીયુ ની પેરેરલ થાય છે. તેમ કહી શકાય, તે ઉપરાંત ખીલખીલાટ દ્વારા સગર્ભા બહેનોને ફોલોઅપ માટે ઉપરાંત પોસ્ટ મેટલ ચેકઅપ, ડિલીવરી બાદ ઘરે હોય આઉટની તમામ સર્વિસ પૂરી પાડીએ  છીએ. હોસ્પિટલમાં દરરોજની 1000 થી 1200 ની ઓપીડી રહે છે.

ગાયનેક વિભાગમાં ર00 થી 250 ની ઓપીડી રહે છે. પદ્મકુંવરબા હોસ્પિટલનું બિલ્ડીંગ ઘણુ: જુનુ હોવાથી દર્દીઓને ઇન્ફ્રાસ્ટ્રકચર પ્રમાણે ટુકું પડી રહ્યુ: છે. તે બાબતે સરકારમાં રજુઆત કરેલ છે. જુના બિલ્ડીંગને ડિમોલેશન કરી નવી સુવિધા ઉભી કરીએ તો દર્દીઓને વધુ સારામાં સારી સર્વીસ પુરી પાડી શકીશું.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.