રાજકોટ દ્વારા ગ્રામ સ્વરાજ અભિયાન અંતર્ગત કૃષિ કલ્યાણ મહોત્સવ – ૨૦૧૮ નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ખેડૂતોની આવક બમણી કરવાના સરકારશ્રીના પ્રયત્નોનું મહત્તમ ફળ ખેડૂતોને મળે તે માટેની કાર્યશાળાનુ આયોજન કરવામાં આવ્યું હતું.
અન્ન અને નાગરિક પુરવઠા મંત્રીશ્રી જયેશભાઈ રાદડીયા, સાંસદશ્રી મોહનભાઈ કુંડારીયા અને ધારાસભ્યશ્રી ગીતાબા જાડેજા સહિતના મહાનુભાવોએ દિપ પ્રાગટ્ય વડે કૃષિ કલ્યાણ મહોત્સવ – ૨૦૧૮ કાર્યક્રમની શરૂઆત કરી હતી.
આ પ્રસંગે બેસ્ટ ફાર્મર એવોર્ડ- ૨૦૧૭ ના વિજેતા ત્રણ ખેડુતોને રૂ. ૨૫,૦૦૦/-, એવોર્ડ તથા સન્માન પત્ર આપીને પુરસ્કૃત કરવામાં આવ્યા હતા.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com