રાજકોટનાં ત્રંબા પાસે આવેલ આરકે યુનિવર્સીટી કેમ્પસમાં આજીડેમ પોલીસ સ્ટેશન રાજકોટ શહેર અને આરકે યુનિવર્સીટીનાં સંયુક્ત ઉપક્રમે ઈ-એફ.આઈ.આર. પ્રોજેક્ટ અવેરનેસ પ્રોગ્રામનું શનિવારે આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં કાર્યક્રમમાં પોલીસ કમિશ્નર રાજુ ભાર્ગવ , સ્પેશિયલ પોલીસ કમિશ્નર ખુર્શીદ અહેમદ , નાયબ પોલિશ કમિશ્નર પ્રવીણ કુમાર ઝોન-1, મદદનીશ પોલિશ કમિશ્નર એચ.એલ.રાઠોડ પુર્વ વિભાગ, રામાણી સર આરકે યુનીવર્સીટી, સંજયભાઈ રંગાણી (જિલ્લા પંચાયત સભ્ય ), કેયુરભાઈ ઢોલરીયા (સરપંચ એસોસિએશન્સના પ્રમુખ), બાબભાઇ નશીત(રાજકોટ તાલુકા ભાજપ મંત્રી), સંજયભાઈ ત્રાપસીયા (જિલ્લા ભાજપ કારોબારી સભ્ય), પ્રકાશભાઈ કાકડીયા (તાલુકા પંચાયત પ્રમુખ) અને ચેતનભાઈ પાલ (તાલુકા પંચાયત પ્રમુખ) ઉપસ્થિત રહ્યા હતા.
ઈ-એફઆઈઆર ઓનલાઈન સેવા દ્વારા રાજ્યના નાગરિકોને ફરિયાદ નોંધાવવા પોલીસ સ્ટેશન જવાની જરૂર નહીં પડે જેમાં મુખ્યત્વે વાહન ચોરી, મોબાઈલ ચોરી માટે જેવા ગુનાઓ માટે ઓનલાઇન એફ.આઈ.આર નોંધવામાં આવશે, મોબાઇલ એપ દ્વારા ફરિયાદ દાખલ કરવાથી નાગરિકોના સમયની બચત થશે અને ફરિયાદોનો ઝડપથી નિકાલ થશે. આમ, ઈ-એફઆઈઆર ઓનલાઈન સેવા, રાજ્યના નાગરિકો માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે.