વોર્ડ નં.11 અને 12માં સીસી રોડની કામગીરીનું નિરીક્ષણ કરતા મ્યુનિ.કમિશનર અમિત અરોરા
શહેરના વિવિધ સ્થળોની રૂબરૂ મુલાકાત કરી ચાલુ વિકાસકાર્યોની સમીક્ષા કરી મ્યુનિ. કમિશનર અમિત અરોરાએ આજે વોર્ડ નં. 11 અને વોર્ડ નં. 12માં સીસી રોડની ચાલુ કામગીરીની મુલાકાત કરી હતી તેમજ વોર્ડ નં. 12માં ટીપી રોડને રી-ડેવલપમેન્ટ કરવા ટીપીઓને સુચના આપી હતી.
મુલાકાત દરમ્યાન વોર્ડ નં. 11માં ઉમિયા ચોકથી બાપા સીતારામ ચોક અને કાવેરી સોસાયટી ગુરુકુળથી મવડી મેઈન રોડ સુધીના ચાલુ સીસી રોડની કામગીરી નિહાળી અને એજન્સીને તાત્કાલિક કામ પૂર્ણ કરવા મ્યુનિ. કમિશનરે સુચના આપી હતી.
વોર્ડ નં. 12માં પુનીતનગરમાં 80 ફૂટ ટીપી રોડનું રી-ડેવલપમેન્ટ કરવા મ્યુનિ. કમિશનર ટાઉન પ્લાનિંગ ઓફિસરે સુચના આપી હતી. મ્યુનિ. કમિશનરની મુલાકાત દરમ્યાન તેમની સાથે નાયબ મ્યુનિ. કમિશનર એ. આર. સિંહ, ટાઉન પ્લાનિંગ ઓફિસર એમ. ડી. સાગઠીયા, સિટી. એન્જી. કે. એસ. ગોહેલ, પી.એ. (ટેક) ટુ કમિશનર રસિક રૈયાણી તેમજ એજન્સીના પ્રતિનિધિઓ ઉપસ્થિતિ રહ્યા હતા.