વિવાદાસ્પદ મનીષા પાસે રહેલી સેકસ સીડી કલીકકાંડ સાથે રાજકોટનો ધરોબો
રાજ્યભરમાં ચકચાર મચાવનાર ભાજપના પૂર્વ ધારાસભ્ય જયંતિ ભાનુશાળી હત્યા કેસમાં લાંબા સમય સુધી પોલીસને હાથ તાળી આપી નાશતી ફરતી મનીષા ગૌસ્વામી અને તેના મિત્ર સુરજીત ભાઉની અલ્હાબાદ ખાતેથી ઝડપાયા બાદ અનેક રાજકીય-સામાજીક માાઓની પગ નીચેી જમીન સરકી રહી છે.
રિમાન્ડ પર રહેલી મનીષા ગૌસ્વામી અને સુરજીત ભાઉની સીટ દ્વારા કરવામાં આવેલી તપાસમાં વટાણા વેરતા ભુજ, સુરત, નડીયાદ, મુંબઈ, પુના અને રાજકોટ કનેકશનો ખુલતા રાજકીય આંકાઓના શરણે ગયા હોવાની તેમજ આગામી દિવસોમાં આ પ્રકરણમાં કડાકા અને ભડાકા થાય તો નવાઈ નહીં. શાર્પ શુટર સુરજીત ભાઉ અને વિવાદાસ્પદ મનીષાને રાજકોટના કેટલાક વ્યક્તિઓ સાથે ધરોબો હોવાનું પ્રકાશભાઈ આવતા ખળભળાટ મચી ગયો છે.
સીટની ટીમે જયંતી ભાનુશાળીની હત્યાના ૧૦ મહિના પછી મનીષા ગોસ્વામી અને તેના પુરુષમિત્ર સુરજીત ભાઉને ઝડપી લીધા બાદ આ કેસમાં ફરી નવા રહસ્યો બહાર આવી રહ્યા છે. અત્યારે રેલવે પોલીસ દ્વારા મનીષાની સદ્યન પૂછપરછ કરાઈ રહી છે. જયંતી ભાનુશાળી હત્યા પૈસાની લેતી દેતી હોવાનું મનીષાએ કબુલ્યું છે, પણ બ્લેક મેઇલિંગ અને સેકસ સીડી પ્રકરણમાં મનીષા ગોસ્વામી પોલીસને કંઈ કહેતી નથી. મનીષાએ જે યુવતીઓનો ઉપયોગ ઓડિયો કલીપીંગ્સ અને સેકસ સીડી બનાવવામાં કર્યો છે, તે હકીકત તે યુવતીઓએ કબૂલી છે, પણ મનીષા કંઈ બોલતી ન હોઈ હવે સેકસ સીડીમાં સામેલ યુવતીઓની હાજરીમાં પોલીસ સામસામે ક્રોસ ઈન્ટ્રોગેશન કરશે. જોકે, જયંતી ભાનુશાળીની હત્યા પાછળ અત્યાર સુધી જે મહત્વની વાતો ચર્ચાઈ રહી છે, તેમાં અધિકારીઓ અને નેતાઓની સેકસ કલીપીંગ્સ તેમ જ બ્લેકમેઇલિંગ હોવાનું મુખ્ય છે. જયંતી ભાનુશાળીએ પોતાનો (મનીષા અને તેની સ્ત્રી મિત્રોનો) ઉપયોગ કરીને પૈસા અને સત્ત્ મેળવી હોવાનું માનતી મનીષાને જયંતી ભાનુશાળી સાથે તબેલો શરૂ કરવા અને ખેતી કરવાના મુદ્દે પૈસાનો વાંધો પડ્યો, બસ ત્યારથી જ મનીષા ગોસ્વામી અને જયંતી ભાનુશાળી વચ્ચેના સંબંધોમાં તિરાડ પડવાની શરૂઆત થઈ ગઈ. બસ, પછી શરૂ થયો એકબીજાની સામે પોલીસ કેસ, સેકસ સીડી સાથે કાવાદાવાનો જંગ!! જેલમાં પુરાયેલી મનીષાએ પોતા થકી લાભ મેળવનાર જયંતી ભાનુશાળી સામે વેરની ગાંઠ વાળી અને પછી મનીષાએ જેન્તીના રાજકીય દુશ્મનોનો સધિયારો મેળવીને ગુનેગારો સાથે દ્યરોબો કેળવ્યો જેમાં તેની મૈત્રી સુરજીત ભાઉ સાથે થઈ. પુના સુરજિતને પણ માત્ર ધકધમકીથી રૂપિયા મેળવવાનું અને મનીષા સાથે રહીને મોજ માણવાનુ માફક આવી ગયું. મનીષા પણ પતિ ગજુગીરીને બદલે સુરજીત સાથે વધુ રહેવા લાગી. જેલમાંથી મનીષાને બહાર કઢાવવામાં પૂર્વ ધારાસભ્ય છબીલ પટેલ, જેન્તી ડુમરા મદદરૂપ બન્યા. બસ, પછી તો આ કેસમાં જયંતી ભાનુશાળીની કઈ રીતે હત્યા થઈ તે વિશે દસ મહિનામાં અનેક વિગતો બહાર આવી ચૂકી છે. પણ, અત્યારે પોલીસે મનીષાના રાજકોટ કનેકશન ઉપર ફોકસ કર્યું છે. આ કેસમાં અત્યાર સુધી ભુજ, સુરત, નડિયાદ, મુંબઈ, પુના, રાંચી ના નામ ખુલી ચૂકયા છે, પણ હવે પહેલી જ વખત રાજકોટનું નામ સામે આવ્યું છે. જો, ચર્ચાતી હકીકતો માનીએ તો, જયંતી ભાનુશાળીની હત્યા પછી ગુમ થયેલા તેના મોબાઈલમાં રહેલી ૨૧ સેકસ કલીપો તેમ જ બ્લેકમેઇલિંગ પ્રકરણમાં રાજકોટ કનેકશન મહત્વનું હોવાનું બહાર આવ્યું છે.