પંચનાથ હોસ્પિટલમાં 4 માર્ચથી અત્યાધુનિક ઓપરેશન થિયેટરમાં ઓર્થોપેડિક, કાન-નાક-ગળા તથા જનરલ સર્જરીનો પ્રારંભ થયો છે. અનુભવી અને નિષ્ણાંત ફીઝીશિયન તથા મેડિકલ ઓફિસરના ર4 કલાક સતત દેખરેખ હેઠળ દર્દીઓને દાખલ કરવાનો પ્રારંભ થયો છે.
રાજકોટ શહેરની મધ્યમાં આવેલ પંચનાથ સાર્વજનીક મેડીકલ ટ્રસ્ટ સંચાલીત શ્રીમતી મંગળાબેન ડાયાભાઈ કોટેચા હોસ્પિટલનો આધુનિક સભર ભવનમાં પ્રારંભ થયા બાદ લોકો તરફથી પ્રચંડ પ્રતિસાદ મળી રહ્યો છે અને નજીકના ભવિષ્યમાં જ કુલ 1008 ચોરસવાર જગ્યામાં પથરાયેલું આ ભવ્ય સંકુલ નાનું પડશે તેવું જણાઈ રહ્યુ છે.
ગ્રાઉન્ડ + પાંચ માળ ધરાવતા હોસ્પિટલના ત્રીજા માળમાં 4 ટ્વીન શેરીંગ રૂમ ર સ્પેશિયલ વોર્ડ તેમજ 4 બેડનો અદ્યતન જનરલ વોર્ડ આવેલ છે જેમાં 4 બેડ મહીલા અને 4 બેડ પુરુષ દર્દી માટે અલાયદો રાખવામાં આવેલ છે. આ પ્રથમ ટ્રસ્ટ સંચાલીત હોસ્પિટલ હશે કે જેમાં જનરલ વોર્ડ સંપૂર્ણ રીતે વાતાનુંકુલિત છે.
ચોથા માળમા 4 ટ્વીન શેરીંગ રૂમ ર સ્પેશીયલ વોર્ડ તથા 10 બેડનો અધતન આઈ.સી.યુ. રૂમ આવેલ છે તેમાં આધુનિક સાધનો જેવા કે વેન્ટીલેટર સેન્ટ્રલાઈઝડ પેશન્ટન મોનીટરીંગ સાથે (એનએબીએચ) અને બીજી મેડિકલ ગાઈડલાઈન મુજબ વેન્ટીલેશન એરક્ધડીશનિંગ તેમજ ઈન્ફ્રાસ્ટ્રકચરમાં મિનિમમ ક્રોસ ઈન્ફેકશનનો ખ્યાલ રાખીને દરેક પેશન્ટના બેડ પાસે વ્યક્તિગત પેન્ડન્ટનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.
પાંચમાં માળે સર્જરી માટે 450 થી વધારે સ્ક્વેર ફુટ જગ્યામાં ઘ અત્યંત આધુનિક બેકટેિરયા રહિત મોડુલર ઓપરેશન થિયેટરર્સ, ડોકટર્સ લોન્જ તથા 4 બેડનો પોસ્ટ ઓપરેટીવ રૂમ આવેલ છે. ત્રણેય ઓપરેશન થિયેટરર્સ પણ એ.એચ.યુ. સુવિધાઓ ધરાવતા હોવાથી હેપા ફિલ્ટર દ્વારા વાઈરસ મુક્ત રાખી શકશે. હોસ્પિટલમાં તમામ બેડ જાપાનની પેરેમાઉન્ટ કંપનીના વસાવેલા છે તેની વિશેષતા એ છે કે બેડ ઘપડ મીમીની ત્રિજયામાં ઉપર નીચે થઈ શક્તું હોવાથી દર્દીને બેડ પર આસાનીથી સુવડાવી શકાય છે ને બેડ પરથી નીચે ઉતારી શકાય છે.
હોસ્પિટલમાં ઓર્થોપેડીક કાન, નાક તથા જનરલ સર્જનની નિમણુંક કરવામાં આવી છે. જેમા ડો. વિરલ વસાવડા એમ઼એસ. (જનરલ સર્જન)ની ડીગ્રી પ્રાપ્ત કરી છે. તેઓ સિનીયર ડોકટર હોવાથી અત્યાર સુધીમાં ર5000થી વધારે સંવેદનશીલ કે અતિ સંવેદનશીલ સર્જરી સફળતાપૂર્વક કરી ચૂક્યા છે. તેઓ સોમ, બુધ, ગુરુવારે સાંજે 4-30 થી 5-30 અને શનિવારે સવારે 9-30 થી 10-30 સુધી મળી શકશે તેવી જ રીતે ડો. બંકિમ થાનકી પણ એમ઼એસ. જનરલ સર્જન છે અને ખુબ જ સીનીયર તબીબ તરીકેની નામના ધરાવે છે. તેઓ દર ગુરુવારે સાંજે, 9-30 થી 11-30 દરમિયાન મળી શકે છે.
ડો. જુહી મણીયાર / તેજૂરા એમ઼એસ. (ઈ.એન.ટી.સર્જન)ની ડીગ્રી મેળવી ચૂક્યા છે તેઓ કાનના રોગો જેવા કે રસી, સડો, પડદામાં કાણું, હાડકી ચોટી જવી બહેરાશ કાનમાં તમરા બોલવા નાકના રોગોની સારવાર કરવાના નિષ્ણાત છે. તેઓ સોમારથી શનિવાર સુધી સવારે 9:30 થી 11:30 અને સાંજે 4:30 થી 6:30 સુધી નિયમિત રીતે મળી શકશે.
ડો. કેલવીન વૈક્ષ્ાનાણી ઓર્થોપેડીક સર્જન છે. તેઓ હાડકાના રોગો ગોઠણ, કમર, ગોળાને લગતા દુ:ખાવાઓ અકસ્માતે થયેલા તમામ હાડકાના ફેકચરની સારવાર, સ્ક્રુ ફીટ કરવા, પ્લેટ બેસાડવી, ઢાંકણીના ઓપરેશન કરવાનો સારો એવો અનુભવ પ્રાપ્ત કરીને નિષ્ણાત તબીબ તરીકે સારી એવી નામના પ્રાપ્ત કરી છે. તેઓ સોમવારથી શનિવાર સુધી સવારે 9 થી 10 અને 4 થી 6 દરમ્યાન મળી શકશે. આ ઉપરાંત લક્વો, ન્યુમોનીયા, બી.પી., ડાયાબીટીસ, મેલેરીયા, મગજનો તાવ, આંચકી, કીડની તથા લીવરની બીમારી, ઝેરી કમળો, સર્પદંશ તથા હૃદયની બીમારીના દર્દીઓને ફીઝીશયનની દેખરેખ નીચે દાખલ કરવામાં આવે છે. વધુ માહિતી પ્રાપ્ત કરવા માટે પંકજ ચગ (મોબાઈલ નંબર 98795 70878) અથવા તો શ્રીમતી બીનાબેન છાયાનો ઓપીડી વિભાગ માટે શ્રીમતી ધ્રુતીબેન ધડુકનો સર્જરી વિભાગ માટે હોસ્પિટલ પર અન્યથા લેન્ડ લાઈન નંબરક 0ર81-રરર3ર49/રર31ર15 પર સંપર્ક કરવા જણાવ્યું છે.
પંચનાથ સાર્વજનીક મેડીકલ ટ્રસ્ટના યુવાન પ્રમુખ દેવાંગભાઈ માંકડ, ઉપપ્રમુખ ડો. લક્ષ્મણભાઈ ચાવડા માનદ મંત્રી તનસુખભાઈ ઓઝા, ટ્રસ્ટીઓ વસંતભાઈ જસાણી, મહેન્સિંહ ગોહેલ, મયુરભાઈ શાહ, ડી. વી. મહેતા વગેરે આગેવાનો સૌરાષ્ટ્ર અને કચ્છની જનતા રાહત દરે સર્જરી કરાવી શકે તે ઉદેશ સાથે જહેમત ઉઠાવી રહ્યા છે.