નિવૃત કર્મચારી દંપતીના હજના નામે પૈસા ઓળવી જનાર શખ્સને વળતર ચુકવવા હુકમ
શહેરના એ.જી. ઓફીસનાં નિવૃત કર્મચારી મહમદયુનુસ નુરમહમદ રઝવીએ સુરતની સીંકંદર ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ ના એજન્ટ સામે ૧.૯૦ લાખનો ચેક રીટર્ન ગુન્હામાં આરોપી સીકંદરખાન ઇદરીઝખાન પઠાણ ને એડી. ચીફ જયુડી. મેજીસ્ટ્રેટ જી.ડી. પડીયાને એક વર્ષની સજા તથા વળતરનો હુકમ ફરમાવેલ.
વધુ વિગત શહેરમાં રહેતા અને એ.જી. ઓફીસના નિવૃત કર્મચારી મહમદયુનુસ રઝવી વર્ષ ૨૦૧૨ માં નિવૃત થતા પેન્શન તથા પ્રોવીડન્ડ ફંડની આવકમાંથી હજ પઢવા પત્ની કુલસુમબેન રઝવી દમંપતિ હજ પઢવા જવાન હોય સીકંદરખાન ઇદરીઝખાન પઠાણ સીકંદર ટુર્સ એન્ડ ટ્રાવેલ્સના નામથી સુરત મુકામે હજ પઢવા જતા લોકો માટે ની ટીકીટ વ્યવસ્થા કરે છે.
હજ પઢવા જવાનું નકકી કરી કટકે કટકે રૂ ૩.૯૦ લાખ આપી દીધેલા પરંતુ હજ પઢવા જવાની સીકંદરે કોઇ જ ટીકીટ ની વ્યવસ્થા ન કરતા રકમ પાછી માંગતા રૂ ર લાખ ચેકથી ચુકવી આપી બાકીની રકમ રૂ૧.૯૦ લાખ ચેક આપેલો છે. ચેક બેલેન્સ ઇનસયફીસ્યન્ટ ના શેરા સાથે પરત ફરેલો. જેથી અદાલતમાં નેગો ઇન્સ્ટુ. એકટની કલમ ૧૩૮ હેઠળ ફરીયાદ દાખલ કરેલી જે ફરીયાદ જે તે સમય સુપ્રિમ કોર્ટની ગાઇડલાઇન મુજબ સુરત કોર્ટમાં ફરીયાદ રીટર્ન કરવામાં આવેલો.
ફરીયાદીની ફરીયાદી મંજુર કરવા દલીલ કરેલો સાથે જે ઉપર સી.આર.પી.સી. ની જોગવાઇ ઉપર ફરીયાદીના એડવોકેટ આરોપી સામે વોરંટ ચાલુ હોય ચેક રીટર્ન કેસમાં આરોપીની ગેરહાજરીમાં જજમેન્ટ આપી શકાય જે ઘ્યાને લઇ આરોપી સીકંદરખાન ઇદરીઝખાન પઠાણ ને એક વર્ષ ની સાદી કેદની સજા તથા ચેક ની બાકીની રકમ વળતર તરીકે ચુકવવાનો હુકમ એડી. ચીફ જયુડી. મેજી. જી.ડી.પડીયા ઇસ્યુ કરેલ છે.આ કેસમાં ફરીયાદી મહમદયુનુશ નુરમહમદ રઝવીના એડવોકેટ તરીકે યુવા ધારાશાસ્ત્રી રાજેશ ચાવડા કે.બી.ચાવડા, જયોતિ શુકલ, જીજ્ઞેશ યાદવ, ધારા મકવાણા, સોના જીવરાજાની, સ્વાતિ પટેલ, નયના મઢવી, વગેરે રોકાયેલા હતા.