રાજકોટ: ક્રિકેટ રમતા રમતા વધુ એક યુવકનું મોત
રાજકોટ રેસકોર્ષ મેદાનમા ઇન્ટર પ્રેસ ક્રિકેટ ટુર્નામેન્ટમાં બન્યો બનાવ
31 વર્ષીય જીગ્નેશ ચૌહાણનું હૃદય બેસી જતા કરુણ મોત
રાજકોટ સહીત સમગ્ર ગુજરાતમાં છેલ્લા એકાદ મહિનાથી ક્રિકેટ રમત રમતાં રમતાં હૃદય બેસી જવાની ઘટનાઓમાં વધુ એક કમનસીબ બનાવનો ઉમેરો થયો છે. રેસકોર્ષ ઇન્ટરનેશનલ ક્રિકેટ ગ્રાઉન્ડમાં ચાલી રહેલી ઇન્ટર પ્રેસ ક્રિકેટ ટુર્નામેન્ટમાં દાવ પૂરો થયા બાદ બેઠેલા યુવાન જીગ્નેશ ચૌહાણનું એકાએક ઢળી પડતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયેલ હતા પરંતુ તબીબે મૃત જાહેર કરતાં ગમગીની છવાઈ ગઈ હતી અને ઇન્ટર પ્રેસ ક્રિકેટ ટુર્નામેન્ટના આજના બધા મેચ રદ્દ થઇ ગયા હતા
અબતક બી ટિમ અને હેડલાઈન વચ્ચે મેચ રમાઈ રહ્યો હતો તે દરમ્યાન હેડલાઈન તરફથી રમતા જીગ્નેશ ચૌહાણ નામના 31 વર્ષીય ખેલાડીએ 18 દડામાં 30 રનની ઇનિંગ રમી હતી. એ પછી તે આઉટ થઈને બેઠા બાદ એકાએક બેભાન થઈ ઢળી પડયો હતો હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા પરંતુ આ ખેલાડી જિંદગીની જગ હારી ગયો હતો, ઉલ્લેખનીય છે કે 20 દિવસમાં રાજ્યમાં રમતા રમતા મોતની છઠ્ઠી ઘટના બની છે. થોડા દિવસ પહેલા શાસ્ત્રી મેદાનમાંથી ક્રિકેટ રમીને નીકળેલા યુવાનનું મોત થયું હતું.