શહેરમાં રામનાથપરા વિસ્તારમાં ક્રાઇમ બ્રાન્ચના સ્ટાફે દરોડો પાડી 108 વિદેશી દારૂની બોટલ સાથે એક બુટલેગરોને ઝડપી પાડ્યો છે. જ્યારે વધુ એક શખ્સનું નામ ખુલતા તેની શોધખોળ હાથધરી છે. પોલીસે દરોડો પાડી શરાબ સહિત રૂ.56,160ની કિંમતનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.
ડીસીબી એ દરોડો પાડી શરાબ સહિત રૂ.56,160નો મુદ્દામાલ કબ્જે કર્યો
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ ક્રાઇમ બ્રાન્ચના એલ.એલ.ચાવડાના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ એ.એસ. ગરચર, કોન્સ્ટેબલ એભલભાઈ બરાલિયા અને મહેશભાઈ ચાવડા તથા હરપાલસિંહ જાડેજાને મળેલી બાતમીના આધારે રામનાથપરા શેરી-20માં ડીસીબીએ દરોડો પાડયો હતો.
આ દરોડામાં પોલીસે અડધા લાખની કિંમતની 108 વિદેશી દારૂની બોટલ સાથે રામનાથપરા શેરી-18માં રહેતા જતીન વિનોદ દુધરેજીયાને દબોચી લીધો હતો. જ્યારે પોલીસની તપાસમાં ભાવનગર રોડ પર ફાયર બ્રિગેડ પાસે મનહરપરા-4માં રહેતા મહેશ ઉર્ફે ભૂરો ભુપત પરમારનું નામ ખુલતા તેની પણ શોધખોળ હાથધરી છે.