રાજ્ય સરકાર દ્વારા ફાળવેલા ફૂડ સેફટી ઓન વ્હીકલ વાન દ્વારા દુકાન પર જ ચકાસણી અને સેમ્પલીંગની કામગીરી

રાજકોટ મહાનગર પાલિકાની ફૂડ શાખાને રાજ્ય સરકાર દ્વારા ફૂડ સેફટી ઓફ વ્હીકલ વાહનની ફાળવણી કરવામાં આવી છે. જે અંતર્ગત ગઈકાલે દશેરાના દિવસે ફૂડ શાખા દ્વારા શહેરના અલગ અલગ વિસ્તારોમાં 30 જગ્યાએ ફરસાણ અને મીઠાઈના વેપારીઓને ત્યાં ઓન ધ સ્પોટ સ્થળ પર જ ચકાસણી અને સેમ્પલીંગની કામગીરી કરવામાં આવી હતી. જ્યારે 8 સ્થળેથી નમુના લઈ સ્પોટ ટેસ્ટીંગ કરાયું હતું.

આ અંગે પ્રાપ્ત થતી વધુ વિગત મુજબ ફૂડ શાખા દ્વારા ગઈકાલે રામનાથપરા ગરબી ચોકમાં ગાયત્રી ડેરીફાર્મમાં મેંગો બરફી, સંતકબીર રોડ પર ચામુંડા ફરસાણ-સ્વીટમાં મીઠા સાટા, ભગીરથ ફરસાણમાં પાલક બરફી, કિશાન ફરસાણમાં જલેબી, શ્યામ ડેરી ફાર્મમાં ચોકલેટ, બરફી, જગદીશ ગાંઠીયામાંથી તીખી પાપડી, ચામુંડા ડેરી ફાર્મમાંથી માર્શલ કેક, મહાલક્ષ્મી ડેરી ફાર્મમાંથી ચોકલેટ સાટા, રાધે શ્યામ ડેરીમાંથી કેસર પેંડા, ગણેશ ડેરીફોર્મમાંથી ગ્રીન પીસ્તા બરફી, મોમાઈ ફરસાણમાંથી જીણી સેવ, મચ્છુ ડેરીમાંથી અંજીર બરફી, જનતા વિજય તાવડામાંથી જલેબી, પેડક રોડ પર સીતારામ ડેરીમાંથી કાજુ કતરી,

રાધેશ્યામ ડેરીમાંથી રાજભોગ બરફી, જય જલારામ સ્વીટ નમકીનમાંથી તીખા ગાઠીયા, ન્યુ ભારત સ્વીટ માર્ટમાંથી ચવાણુ, શ્રીનાથજી ફરસાણમાંથી મીઠી ઘારી, વરીયા ફરસાણમાંથી જલેબી, પ્રભાત ડેરીમાંથી રાસબિહારી મિઠાઈ, રણછોડનગરમાં જય ખોડીયાર ડેરીફાર્મમાંથી કાશ્મીરી કેક, પટેલ વિજય ડેરીમાંથી બટર સ્કોચ બરફી, કુવાડવા રોડ પર ખોડીયાર ડેરીમાંથી જલેબી, મહાલક્ષ્મી ડેરીમાંથી રોયલ બરફી, રઘુવંશી જનતા તાવડામાંથી ફાફડા ગાંઠીયા, બાલાજી ફરસાણમાંથી સેવ બુંદી, જોકરમાંથી ફરસી પુરી, સંતોષ સ્વીટ ફરસાણમાંથી ચંપાકલી ગાંઠીયા, ભાગ્યોદય રેસ્ટોરન્ટમાંથી માખણીયા ગાઠીયા અને કેવડાવાડી મેઈન રોડ પર જય અંબે ફરસાણમાંથી ચવાણાની ચકાસણી કરવામં આવી હતી.

આ ઉપરાંત વરીયા ફરસાણમાં જલેબી, થાબડી, અંજીર બરફી, પ્રભાત ડેરીમાં રાસબિહારી, જેમનટ બરફી, ગુલાબ પાર્ક, જય ખોડીયાર ડેરીમાંથી બટર મલાઈ, કાજુકતરી અને સ્વીટ પ્લાઝા, પટેલ વિજય ડેરીમાંથી કેસર પેંડા, અંજીર પાર્ક અને બટર સ્કોચ લાડુ, ખોડીયાર ડેરીમાંથી કેસર પેંડા, અંજર પાક અને જલેબી ફાફડા, મહાલક્ષ્મી ડેરીમાંથી માર્શલ કેક, રાજભોગ પેંડા અને થાબડી પેંડા, મારૂતી ડેરીમાંથી કેસર પેંડા, પાઈનેપલ બરફી જ્યારે રાધેશ્યામ ડેરીમાંથી રજવાડી બેંડા, મેંગો બરફી અને પિસ્તા સેન્ડવીચ બરફીનું ફૂડ સેફટી ઓન વ્હીકલ વાહન દ્વારા ઓન ધ સ્પોટ સ્થળ પર ચેકિંગ કરવામાં આવ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.