ભરૂચની મહિલાએ 1.11 લાખ લઇ લગ્ન કરાવી દીધા ’ તા : પોલીસે ત્રણ સામે છેતરપિંડીનો ગુનો નોંધ્યો
રાજકોટમાં લગ્ન ઈચ્છુક યુવકોને ફ્સાવી પૈસા પડાવતી લૂંટેરી દુલ્હન જેવી ગેંગ ફરી સક્રિય થઇ છે.ત્યારે શહેરના વિશ્વનગર આવાસ ક્વાટરમાં રહેતા અને કારખાનામાં મજુરીકામ કરતા યુવક સાથે ભરૂચની મહિલાએ વચ્ચે રહી યુવતી સાથ લગ્ન કરાવી દીધા હતા.જેમાં ભરૂચની મહિલાએ રૂ.1.11 લાખ લીધા હતા પરંતુ લુટેરી દુલ્હન લગ્નના સાત દિવસ બાદ ઘરેણાં લઈ ભાગી જતાં તેમને પોલીસમાં ત્રણ સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે.
વિગતો મુજબ શહેરમાં રહેતા જયેશભાઈ પરસોતમભાઈ પાનસુરીયા ઉ.43એ ભરૂચના નેત્રંગ ગામના રંજનબેન વસાવા, તેની ભાણેજ કલી ઉર્ફે કૈલાશ અને રાજકોટના જેન્તીભાઈ પટેલ સામે છેતરપીંડી અંગે માલવિયાનગર પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.જેમાં તેને ફરિયાદમાં જણાવ્યું હતું કે માતા આર્ય સમાજની ઓફ્સિમાં કામે જતા હોય ત્યાં મારા લગ્નની વાત કરી હતી.જેથી જેન્તીભાઈએ કહેલ કે ભરૂચમાં રંજનબેન રહે છે તેની ભાણેજ કલી ઉર્ફે કૈલાસના લગ્ન કરવાના છે
તમને અનુકુળ હોય તો વાત કરીએ જેથી હું અને જેન્તીભાઈ નેત્રંગ ગામે રહેતા રંજનબેનના ઘરે ગયેલ મને કૈલાસ ગમી જતા મેં હા પાડી હતી ત્યારે રંજનબેને એક લાખ રોકડા, આવવા- જવાનું ભાડું, લગ્ન તમારા ઘરે કરવાના, કપડા-દાગીના વગેરે આપવું પડશે તેમ કહેતા રાજકોટ આવી માતાને વાત કરતા સહમતી દર્શાવતા 6/10/2022ના રોજ આર્ય સમાજમાં ફૂલહાર કર્યા હતા અને રંજનબેનને 1 લાખ રોકડા અને 11 હજાર ભાડા પેટે આપતા રંજનબેન અને સાથે આવેલા લોકો જતા રહ્યા હતા
સાત દિવસ પછી કૈલાસએ ડોક્યુમેન્ટ લેવા જવાનું કહેતા અમે ગયા હતા ત્યારે કૈલાસએ કીમતી સાડી, નાકનો દાણો, ચાંદીના સાંકડા અને મોબાઈલ સાથે લીધા હતા ત્યાં સૂચનો દીકરો ગુજરી ગયો છે તમે જાવ હું પછી આવીશ તેમ કહેતા હું પરત આવી ગયો હતો પરંતુ કૈલાસ પરત આવી ન હતી જેન્તીભાઈને વાત કરતા મેં તો ફ્ક્ત તમને છોકરી દેખાડી હતી હું લગ્નમાં પણ ક્યાય આવ્યો ન હતો રંજનબેને કૈલાસને હવે પરત આવવું નથી, પૈસા તમને ગુગલ પે થી મોકલી દઈશ તેમ કહ્યું હતું પરંતુ આજદિન સુધી પૈસા પરત નહિ મળતા તેમને પોલીસમાં ફરિયાદ નોંધાવતા આગળની કાર્યવાહી હાથધરી છે.