2 વર્ષ બાદ નવરાત્રીમાં આભુષણો, વોટરપ્રૂફ મેકઅપ અને અવનવા નેઈલ આર્ટે જગાવ્યું અનેરું આકર્ષણ
માઁ આઘ્યા શક્તિની નવલી નવરાત્રીને હવે ગણતરીના દિવસો જ બાકી છે. છેલ્લા 2 વર્ષથી કોરોના મહામારીને કારણે તમામ ઉત્સવો બંધ રહ્યા હોવાથી ચાલુ વર્ષે રાજય સરકારે છૂટછાટ આપતા ખેલૈયાઓ ગરબે ઘુમવા માટે ખુશખુશાલ છે.
ત્યારે હાલ આજની યુવા પેઢીમાં અવનવા આભુષનો , વોટરપ્રૂફ મેકઅપ અને અવનવા ડીઝાઇનના નેઈલ આર્ટનો ક્રેઝ ખુબજ વધ્યો છે. અર્વાચીન રાસોત્સવમાં અવનવા ચણીયાચોલી સાથે તેને અનુરૂપ આભુષણો અને તેમાં નિખરીને આવે તેવા વોટરપ્રૂફ મેકઅપ કરાવવા અને નેઈલ આર્ટ કરાવી ખેલૈયાઓ આ વર્ષે મન ભરીને ગરબા રમશે.નવરાત્રીને જયારે ગણતરીના દિવસો બાકી રહ્યા છે તેમ ખૈલાયાઓમાં અનેરો થનગનાટ પણ વધ્યો છે. નવરાત્રીના દરેક દિવસમાં કંઈક ડીફરન્ટ લુક મેળવવા માટે
મહિલાઓ,પુરુષો અલગ-અલગ ચાણીયાચોલી, કેડિયા બનાવડાવતા હોય છે. મહિલાઓમાં જેવા ચણીયાચોલી તેવાજ આભુષનો પેહરી અને તેમાં મેચિંગ થાય તેવા નેઈલ આર્ટનું ખુબજ ઘેલું લાગ્યું છે.ત્યારે નવરાત્રીના તહેવાર નિમિતે અબતક દ્વારા આભુષણોના વિક્રેતાઓ , મેકઅપ અને નેઈલ આર્ટ કરતા આર્ટિસ્ટ સાથે વાતચીત કરી તમામ વિગતો રજૂ કરવામાં આવી છેઢ
- તેઓ વેલકમ નવરાત્રી અને બાય બાય નવરાત્રીની થીમ પર પણ નેઈલ આર્ટ કરાવી રહ્યા છે: ભાવીશા ગ્રાહક
લિબાસ સલૂન ના ગ્રાહક ભાવીશા એ અબટક સાથે ની વાતચીતમાં જણાવ્યું હતું કે તેઓ તહેવારમાં અલગ અલગ નેઇલ આર્ટ કરાવે છે અને નવરાત્રી પર તેઓ દાંડિયા,ગરબા,અને થીમ પે નેઈલ આર્ટ કરવી રહ્યા છે તેઓ વેલકમ નવરાત્રી અને બાય બાય નવરાત્રી ની થીમ પર પણ નેઈલ આર્ટ કરાવી રહ્યા છે.
- મહિલાઓની ટીમ દ્વારા બનાવેલી હેન્ડમેડ જ્વેલરી વિદેશ સુધી પહોંચાડીએ છીએ :ઈશા બોડા
આજકાલ હેન્ડમેડનો ટ્રેન્ડ વધ્યો છે ત્યારે ટ્રેડિશનલ ટ્રેન્ડ તરીકે સ્ટુડિયો તેમજ ઓનલાઇન સ્ટોર ચલાવતા ઈશા બોડાએ અબતક સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે હેન્ડમેડ જ્વેલરી પહેરવામાં લાઈટ વેટ હોય છે તેમજ ફક્ત નવરાત્રી નહીં
પરંતુ દરેક પ્રસંગને અનુરૂપ હોય છે તેઓની મહિલા ટીમ દ્વારા પ્રીમિયમ ક્વોલિટીમાં યરિંગ્સ, રીંગ, બ્રેસલેટ, ચોકર અને કમરબંધ વગેરે જેવા વિવિધ આભૂષણો બનાવવામાં આવે છે તેમજ ફક્ત ભારત દેશમાં જ નહીં પરંતુ વિદેશમાં પણ જ્વેલરીનો ક્રેઝ હોવાથી તેને બલ્કમાં પણ સપ્લાય કરવામાં આવે છે
- મહિલાઓમાં વોટરપૃફ મેકઅપ, વમ મેકઅપ,નો ક્રેઝ ખુબજ વધુ :પરિતા કેશવાલા
ગૌરાંદે બ્યુટી પાર્લરના પરિતા કેશવાલા એ અબતક સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે તેઓ 7 વર્ષથી પાર્લરના વ્યવસાય સાથે જોડાયેલા છે 2 વર્ષ બાદ જ્યારે નવરાત્રીની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે નવરાત્રીમાં ગરબે રમવા જતા
ખૈલાયાઓમાં ખાસ વોટરપૃફ મેકઅપની ડિમાન્ડ ખુબજ વધી રહી છે.નવરાત્રીના મેકઅપ માટેના વહેલા બુકીંગ પણ થઇ ગયા છે .અબે તેમાં પણ વોટરપૃફ મેકઅપ, વમ મેકઅપ,નો ક્રેઝ ખુબજ વધુ છે.અને ખાસ તો જેવા ચણિયાચોલી, આભૂષણો હોઈ છે તે પ્રકાર ના મેકઅપ ની ડિમાન્ડ વધુ હોય છે અને તેમાં પણ ખાસ આઇસેડો પણ વધુ ધ્યાન અપાતું હોઈ છે જેવા કપડાં તે પ્રકારના આકર્ષિત ચમક દમક વારો આઇસેડો લોકો કરાવે છે.અને નવરાત્રીના તહેવારમાં લોકો એક હજાર થી લઈને દસ હજાર સુધીના પણ મેકઅપ કરાવતા હોય છે.ખાસ લોકોએ નવરાત્રીના તહેવાર ને સાવચેતી અને સલામતી સાથે ઉજવણી કરવી જોઈએ
- મહિલાઓમાં , બાળકીઓમાં મેકઅપમાં મેટમાં મેકઅપની ક્રેઝ વધુ :પૂનમ પટેલ
લેવીસ લુક બ્યુટી સલૂનના પૂનમ પટેલે અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું 2 વર્ષ બાદ જ્યારે તહેવારોની ઉજવણી માટે છૂટછાટ આપવામાં આવી છે અને એમાં પણ ગુજરાતી લોકોનો પ્રિય તહેવાર નવરાત્રીની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે લોકોમાં અનેરો થનગનાટ જોવા મળી રહ્યો છે.મહિલાઓમાં અવનવા ચણિયાચોલી, આભૂષણો મુજબના મેકઅપનો ટ્રેન્ડ ખુબજ વધ્યો છે.હાલ નવરાત્રી માટે નાની છોકરીયું અને મહિલાઓનું મેકઅપ માટેની બુકીંગ અગાવથી જ કરવામાં આવ્યું છે.મેકઅપ સાથે હેર ટ્રીટમેન્ટનો ક્રેઝ પણ ખુબજ મહિલાઓમાં વધ્યો છે.મેકઅપમાં લોકો મેટ સાથે વોટરપૃફ વધુ માંગ છે.લોકો એ નવરાત્રીની ખુબજ ઇન્જોય કરવી જોઈએ
- મહિલાઓ પરમીનેટ નેઈલ વધુ કરાવે છે: જસમીન
જસસ્ટાઈલના જસમીને અબતક સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે 2 વર્ષ બાદ તમામ તહેવારોની ઉજવણીની છૂટછાટ સરકાર તરફથી મળી છે ત્યારે દરેક સેક્ટરમાં ઉત્સાહ જોવા મળ્યો છે અને ખાસ નેઈલ આર્ટ માર્કેટમાં પણ ખુબજ ઉત્સાહ જોવા મળી રહ્યો છે .નેઇલ આર્ટમાં લોકો થીમ વાઇસ નેઇલ આર્ટ કરાવે છે . હાલની પેઠીમાં નેઈલ આર્ટનો ક્રેઝ વધુ જોવા મળી રહ્યો છે.નવરાત્રીના તહેવારમાં લોકો કપલ થીમ,ગરબા,દાંડિયા,લક્ષ્મીજી પગલાં જેવા નેઈલ આર્ટ લોકો કરવી રહ્યા છે,નેઇલ આર્ટમાં 1 દિવસ ચાલે તેવા પણ આર્ટ હોય છે સાથે જ અત્યારની મહિલાઓ પરમીનેટ નેઈલ કરાવે છે અને તેમાં થીમ પ્રમાણે ડિઝાઇન કરાવતા હોય છે.અવનવા ડિઝાઇન લોકો અઢી હજાર થી લઈને છ હજાર સુધી પણ કરાવતા હોય છે.
- ખૈલયા,ગરબા,કપલ,સ્ટોન આર્ટ જેવા નેઇલ આર્ટની મહિલાઓ ડીમાંડ વધી :રિઝવાના ભાવર
લિબાસ સલૂનના રિઝવાના ભાવર એ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે નવરાત્રીના તહેવાર નિમિતે મહિલાઓમાં નેઈલ આર્ટનો ક્રેઝ ખૂબજ જોવા મળી રહ્યો છે અલગ – અલગ થીમ પર લોકો નેઇલ આર્ટ કરાવી
રહ્યા છે તેમ ખૈલયા,ગરબા,કપલ,સ્ટોન આર્ટ જેવા નેઇલ આર્ટ મહિલાઓ કરાવી રહ્યા છે.તેમની પાસે એક હજાર જેટલી અલગ અલગ ડિઝાઈન હાજર છે સાથે જ ફોટોસ પર થી પણ નેઇલ આર્ટ કરી આપે છે 500 થી લઈને 5000 સુધીના ભાવના નેઈલ આર્ટ લોકો કરાવી રહ્યા છે.નેઈલ આર્ટ 1 દિવસ થી લઈને ત્રણ મહિના ચાલે તે રીતના આર્ટ કરવામાં આવે છે.
- તેઓ દરેક તહેવારમાં થીમ પર નેઇલ આર્ટ કરાવે છે :અંજુમન ગ્રાહક
લિબાસ સલૂનના ગ્રાહક અંજુમન એ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે તેઓ દરેક તહેવારમાં થીમ પર નેઇલ આર્ટ કરાવે છે નવરાત્રી તેહવારની પરવાનગી મળતા તેઓ ખુબજ ખુશ છે અને નવરાત્રી પર તેમના ચણિયાચોલી અને આભૂષણો ને મેચિંગ થાય તેવા નેઈલ આર્ટ કરાવવા માટે આવ્યા છે