વોર્ડ નં.૧૩ ચંદ્રેશનગર પાણીના ટાંકા પાસે આવેલ મ્યુનિસિપલ કોર્પોરેશન માલિકીના પ્લોટમાં વોકર્સ ઝોન બનાવવા અંતર્ગત સ્થળ મુલાકાત લેતા પદાધિકારીઓ
શહેરમાં મુખ્ય રસ્તાઓ પર ટ્રાફિકની સમસ્યા હળવી કરવા તેમજ રેંકડી રાખી ધંધો કરતા નાના ધંધાદારીઓને રોજીરોટી પણ મળી રહે તેવા શુભ આશયથી શહરેમાં જુદા જુદા વિસ્તારમાં વોકર્સ ઝોન બનાવવામાં આવેલ અને હજુ પણ જે જે વિસ્તારમાં વોકર્સ ઝોન બની શકે તેવા વિસ્તારોમાં વોકર્સ ઝોન બનાવવાનું આયોજન કરેલ છે. જેના અનુસંધાને આજ તા.૨૭/૧૨/૨૦૧૮ના રોજ ચંદ્રેશનગર રોડ પર રેંકડી-કેબીન ધંધાર્થીઓને કારણે ટ્રાફિકની સમસ્યા ઉદભવે છે.
જેથી આ વિસ્તારમાં વોકર્સ ઝોન બનાવવા અંગે ચંદ્રેશનગર પાણીના ટાંકા પાસે મ્યુનિસિપલ કોર્પોરેશન માલિકીના પ્લોટની સ્થળ મુલાકાત લેતા મેયર બિનાબેન આચાર્ય, ડેપ્યુટી મેયર અશ્વિનભાઈ મોલીયા, બાંધકામ સમિતિ ચેરમેન મનીષભાઈ રાડીયા, હાઉસિંગ સમિતિ ચેરમેન જયાબેન ડાંગર, પૂર્વ કોર્પોરેટર હરિભાઈ ડાંગર, નીતિનભાઈ રામાણી, સીટી એન્જી. કામલિયા, વોર્ડ પ્રમુખ હસમુખભાઈ ચોવટિયા, મહામંત્રી સંજયસિંહ વાઘેલા, શહેર ભાજપ ઉપાધ્યક્ષ પ્રફુલભાઈ કાથરોટીયા, શહેર મંત્રી વિજયરાજસિંહ ગોહિલ, ભાજપ અગ્રણીઓ શૈલેશભાઈ ડાંગર, રસિકભાઈ સાવલીયા, વજુભાઈ લુણસિયા, ભવાનભાઈ પટેલ, મહિલા મોરચના પ્રમુખ શિલ્પાબેન ચૌહાણ, જીજ્ઞાબેન વ્યાસ, દક્ષાબેન આહીર, વોર્ડ નં.૧૩માં ડે.એન્જીનીયર કોટક, આસી.મેનેજર વાળા વિગેરે બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્લોટ ક્યાં
હેતુ માટેનો છે, આ પ્લોટમાં કેટલા રેંકડીવાળાઓ ઉભા રહી શકે એમ છે, વિગેરે વ્યવસ્થિત પ્લાનીંગ કરવા સંબધક
અધિકારીને સુચના આપેલ.