રાજકોટ શહેર અને જિલ્લાના લોકોને નિદાન માટે સારવાર સરળ અને ઝડપથી મળી રહે તે હેતુસર રાજકોટમાં એઈમ્સ બની રહી છે. જેની કામગીરી કેવી ચાલી રહી છે ? રંગીલા રાજકોટના હાર્દસમા આ પ્રોજેકટ ક્યાં પહોંચ્યો ? વગેરે જેવા પરિબળો અને મુદ્દાઓને લઈ આજરોજ રાજકોટ એઈમ્સની કલેકટર અરુણ મહેશ બાબુ, એઈમસ ડિરેક્ટર સહિતના અધિકારીઓએ સ્થળ મુલાકાત કરી હતી અને મહત્વના સૂચનો આપ્યા હતા.
એઈમ્સની ઝડપથી કામગીરી પૂર્ણ કરવા રાજકોટ નવનિયુક્ત કલેકટર અરુણ મહેશ બાબુએ વિઝિટ કરી નિર્દેશ આપ્યા હતા. આજે કલેકટર દ્વારા રાજકોટ શહેરના તમામ વહીવટીતંત્ર અધિકારી અને કર્મચારીઓ સાથે એઇમ્સની ઝડપથી કામગીરી પૂર્ણ કરવા તાકીદ કરખાસ સમીક્ષા બેઠક યોજવામાં આવી હતી.
મીટીંગમાં ગહન ચર્ચા કરવામાં આવી હતી. જેમાં રોડનું ઝડપથી કામ પૂર્ણ થાય તેમજ ડિસેમ્બરથી ઓપીડી શરૂ કરી દેવાની મહત્વની કામગીરી ઝડપી બને તે માટે અને તમામ ઈન્ફ્રાસ્ટ્રક્ચરની પણ કામગીરી ઝડપથી પૂર્ણ કરવા તાકીદ કરી હતી.