સરકારનું અભિલેખાગાર કચેરી તરફનું ભેદી મૌન ૧૯ના મહેકમમાં હાલ માત્ર ૨ અધિકારીઓ જ કાર્યરત
દેશી રજવાડાઓના સમયના કુલ ૩.૩૬ લાખી પણ વધુ ફાઈલો, ચોપડાઓ તા લેખોનો કરાયો છે સંગ્રહ
૨૦૧૭ બાદ રાજકોટ અભિલેખાગાર કચેરી ખાતે ૨૧૦૦થી વધુ અરજીઓ પડતર: પ્રતિ માસ ૧૫૦થી વધુ અરજીઓનો થાય છે ભરાવો
આજના વિકસતા યુગમાં અભિલેખાગારની અગત્યતા ખૂબજ સ્વીકાર્ય છે. દરેક રાષ્ટ્ર અને રાજ્ય અભિલેખાગારની અનિવાર્યતાને મહત્વ આપેલું છે. કારણ કે ભૂતકાળમાં આપણા વારસાને તે પ્રત્યેક્ષ અને ચરિર્તા કરે છે. જ્યારે દરેક દેશના ઈતિહાસના જુદા જુદા પાસાઓનો અભ્યાસ કરવો હોય તા વહીવટને સુદ્રઢ અને મજબૂત બનાવવો હોય ત્યારે અભિલેખાગારમાં રહેલા દસ્તાવેજોમાં સંગ્રહિત લખાણોનો આધાર ખૂબજ મહત્વપૂર્ણ બની જતો હોય છે અને સંશોધનકારો માટે તે અહમ બને છે.
ભૌગોલીક તથા સાંસ્કૃતિક વિવિધતા ધરાવતા દેશો માટે સંશોધન ખૂબજ ખર્ચાળ હોય છે ત્યારે આવા સમયમાં સંશોધકો માટે દસ્તાવેજો શોધવા એ ખૂબજ મુશ્કેલ અને જટીલ કાર્ય બની ગયું છે. આ સમયે સંશોધનકારો માટે અભિલેખાગારમાં સંગ્રહીત મહત્વપૂર્ણ દસ્તાવેજો તેમનો સમય બચાવે છે. આમ અભિલેખાગારની ઉપયોગીતા અને અગત્યતા ઘણી મહત્વની છે. અભિલેખાગાર કચેરીને પહેલા પશ્ચિમ વર્તુળ અભિલેખાગાર કચેરી તરીકે નામના પ્રાપ્ત કરેલી હતી. આ કચેરીની ઈમારતની સપના સંભવત ઈ.સ.૧૮૫૭ આસપાસ થયેલી છે. જે પોલીટીકલ એટલે કે, રાજકીય એજન્સી માટેનો રેકોર્ડ સંગ્રહાયેલુ હતું. ભારત દેશને આઝાદી મળતાની સાથે જ આ કચેરીની સૌરાષ્ટ્ર રાજ્યના જયુડીશ્યલ ખાતાની અંદર સમાવવામાં આવી હતી.
અભિલેખાગાર કચેરીને ૧લી મે ૧૯૬૦થી ગુજરાત સરકારના મહેસુલ વિભાગ હસ્તક મુકવામાં આવી હતી. જ્યારે તા.૧લી ડિસેમ્બર ૧૯૭૧થી ગુજરાત રાજ્ય અભિલેખાગારની શરૂઆત થઈ હતી. આ કચેરીને ૧લી જુલાઈ ૧૯૭૪થી સીધા વહીવટી અંકુશ હેઠળ મુકવામાં આવી ત્યારે આ કચેરી મધ્યસ્ દફતર કચેરી તરીકે જાણીતી હતી. આ કચેરીનું નામ ૧૯૮૧ની ૧૮મી સપ્ટેમ્બરના રોજ ફેર તથા પશ્ચિમ વર્તુળ અભિલેખાગાર કચેરી રાજકોટ તરીકે કાર્યરત બની હતી. રાજકોટ ખાતે સ્થિતિ અભિલેખાગાર કચેરી ખાતે અનેકવિધ ફાઈલોનો વિપુલ સંગ્રહ જોવા મળે છે. પહેલાના સમયમાં આ કચેરીનું રેકોર્ડ ત્રણ સ્ળોએ સંગ્રહિત હતું જેમાં કોઠી કમ્પાઉન્ડ, જંકશન ગોડાઉન અને જૂના દરબારગઢનો સમાવેશ થાય છે.
ગુજરાત સરકારે આપતી વ્યવસપન પ્રાધિકરણ યોજના હેઠળ વિશ્વ બેંકની નાણાકીય સહાયી ભૂકંપી નુકશાન પામેલા મકાનોને નવા બનાવવાની યોજના કાર્યરત કરતા કચેરીનું મકાન ફેઈઝ-૨ હેઠળ સ્વીકારવામાં આવેલું હતું. હાલ રાજકોટ સ્થિતિ અભિલેખાગાર કચેરીમાં જૂના સૌરાષ્ટ્ર રાજ્ય તા દેશી રજવાડાઓના સમયના કુલ ૩,૩૬,૫૦૮ ફાઈલો, ચોપડાઓનો સંગ્રહ કરવામાં આવ્યો છે. આ કચેરીમાં વહીવટી અહેવાલો, ગેજેટો તેમજ સંદર્ભ પુસ્તકાલય પણ છે. આ તમામ સંગ્રહાલયનો અને અહેવાલોનો ઉપયોગ કચેરીમાં આવતા સંશોધકો બહોળા પ્રમાણમાં કરે છે. ત્યારે આ અભિલેખાગાર કચેરી રાજકોટની હાલત પણ ખૂબજ દયનીય જોવા મળી રહી છે.
અભિલેખાગાર કચેરીનો મુખ્ય હેતુ એ છે કે, જે તમામ ઐતિહાસિક રેકોર્ડો છે તે સંશોધન કાર્ય તથા સંશોધન કરતા વિર્દ્યાીઓને વિષય અનુરૂપ સાહિત્ય પૂરું પાડવામાં આવે. સાથો સાથ રાજાશાહી વખતના રેવન્યુ રેકોર્ડ, આમ નાગરિકોને જમીન, મકાનને લઈ તેની ખરી નકલો, મિલકતને લગતી તે કામગીરી હાલ અભિલેખાગાર કચેરી દ્વારા કરવામાં આવી રહી છે. ૨૦૧૬ના ડિસેમ્બર માસ સુધી રાજકોટ અભિલેખાગાર કચેરીનું મહેકમ ૨૫નું હતું પરંતુ ૨૦૧૭ની સાલમાં આ કચેરીનું મહેકમ ૧૯ કરવામાં આવ્યું છે. જેમાં ૧૨ વહીવટી અધિકારી અને ૭ પટ્ટાવાળાનો સમાવેશ થાય છે. જયારે વહીવટી અધિકારીની વાત કરવામાં આવે તો સરકાર દ્વારા સુચીત કરવામાં આવેલા ૧૨ વહીવટી અધિકારીઓમાના એક વહીવટી અધિકારી સીનીયર તા ૧૧ બાકી રહેતા વહીવટી અધિકારીમાં ૭ કલાર્ક અને ૪ ટેકનીકલ કર્મચારીનો સમાવેશ થાય છે. ગુજરાત સરકારને વારંવાર રજૂઆત કરવા છતાં અનેકવિધ દરખાસ્તો મુકવા છતાં પણ રાજકોટની અભિલેખાગાર કચેરીમાં પુરતો સ્ટાફ પૂરો પાડવામાં આવતો નથી.
સૂત્રોના જણાવ્યાનુસાર કુલ ૨૧૦૦થી પણ વધુ અરજીઓ રાજકોટ અભિલેખાગાર કચેરી મારફતે પેન્ડીંગ રહેલી છે. ત્યારે આ સમય દરમિયાન માત્ર બે જ અધિકારીઓ જેમાં સંશોધન મદદનીશ અને અધિક્ષકના હોદ્દા સંભાળનાર અધિકારીઓ કામગીરી સંભાળી રહ્યાં છે. રેકોર્ડ વર્ગીકરણ, તથા જૂના રેકોર્ડનો નાશ કરવા માટે પણ અભિલેખાગાર કચેરી ખાતે કાર્યરત સંશોધન મદદનીશની ફરજ હોય છે. પરંતુ સ્ટાફના અભાવે સંશોધન મદદનીશ પાસે અનેકવિધ કાર્યો અને ચાર જિલ્લાનો ભાર સંભાળવો પડે છે. જેમાં રાજકોટ, મોરબી, કચ્છ-ભૂજ અને સુરેન્દ્રનગરનો સમાવેશ કરવામાં આવે છે. રાજકોટની અભિલેખાગાર કચેરી ખાતે રાજકોટ સ્ટેટના તમામ જૂના અને મહત્વપૂર્ણ લેખોની જવાબદારી અને તેની સલામતી માટે કોઈ એક ચોકીદારની પણ વ્યવસ ગોઠવવામાં આવી નથી. જેના કારણે હાલ કચેરી ખાતે પિયુન તરીકે ચાર્જ સંભાળનાર વ્યક્તિને રાત્રે ચોકીદારી કરવી પડે છે અને તમામ રાજાશાહી વખતના લેખોને સાંચવવા પડે છે. સૂત્રોના જણાવ્યાનુસાર પ્રતિ માસ ૧૫૦ જેટલી અરજીઓ આવતી હોય છે ત્યારે હાલ ૨૧૦૦ અરજીઓ જે પડતર છે તેમાં પ્રતિ માસ નવો આંકડો જોડાતા અરજીઓમાં વધારો તો જોવા મળે છે.
૨૦૧૭થી ખાલી પડેલી અભિલેખાગાર કચેરીની જગ્યા ભરવા માટે અનેકવિધ દરખાસ્તો કરવામાં આવી છે. પરંતુ તેનો કોઈ નકકર જવાબ હજુ સુધી મળવા પાત્ર રહ્યો નથી. અભિલેખાગાર કચેરીની જ્યારે સપના કરવામાં આવી ત્યારબાદ હાલની સાંપ્રદ સ્થિતિમાં અભિલેખાગાર કચેરી હાલ રમત-ગમત તા સાંસ્કૃતિક પ્રવૃતિ વિભાગ હેઠળ આવે છે. ભૂતકાળમાં પણ વર્ગ-૨થી વર્ગ-૪ સુધી કુલ ૨૫ લોકો કાર્યરત રહેતા પરંતુ જેમ જેમ સમય પસાર થતાં સરકાર દ્વારા મહેકમ ઘટાડવામાં આવ્યું હતું. ત્યારે પ્રશ્ર્ન એ પણ ઉદ્ભવીત થાય છે કે, આટલા મહત્વપૂર્ણ રેકોર્ડની સાર સંભાળ લેવા માટે માત્ર બે જ અધિકારીઓ ઉપર અભિલેખાગાર કચેરી કઈ રીતે કાર્યરત થઈ શકે.સરકાર શુંકામ અભિલેખાગાર કચેરી માટે ભેદી મૌન સેવી રહ્યું છે એ પણ એક મુખ્ય પ્રશ્ર્ન ઉદ્ભવીત થયો છે.
અભિલેખાગાર કચેરીમાં સંગહાયેલા તમામ રેકોર્ડની જાળવણી અને સાચવતી વૈજ્ઞાનિક ધોરણે કરવામાં આવી રહી છે. આ કચેરીમાં જૂના દસ્તાવેજો, પુસ્તકો, ગેજેટના અહેવાલોની મરામત તેમજ જાળવણી અંગેની કામગીરી બાઈન્ડીંગ વિભાગ દ્વારા કરવામાં આવે છે. સૂચવેલા તમામ ખાતા પૈકીના દફતરોમાંથી સરકાર દ્વારા દાખલા શોધી નકલો આપવા માટે નીચે મુજબનું જરૂરી રેકોર્ડ સંગ્રહાલયેલા છે. જેમાં લેખ વહીઓ, દસ્તાવેજો, જમીન વેંચાણ, ગીરો વિગેરે અંગેના કાગળો, જન્મ-મરણના રજીસ્ટરો વગેરેની માંગણી મુજબની નકલો સરકારના નિયમોનુસાર ફી વસુલી કામગીરી હાથ ધરવામાં આવે છે. પરંતુ રાજકોટ અભિલેખાગાર કચેરી વિશે જો વાત કરવામાં આવે તો પડતર અરજીઓને લઈ અરજદારો અનેકવિધ સવાલો કચેરીમાં કામગીરી કરતા અધિકારીઓ ઉપર ઠીકળુ ભાંગે છે અને તેમને નબળી કામગીરી બદલ જવાબદાર પણ માને છે. ત્યારે સરકાર રાજકોટની અભિલેખાગાર કચેરીને નજીકના સમયમાં જો પુરતો સ્ટાફ આપે તો અરજદારોની પડતર અરજીઓનો પણ નિકાલ થઈ શકશે અને તેમને પડતી મુશ્કેલી અને હાલાકી પણ દૂર થશે. ત્યારે જોવાનું એ રહ્યું કે, આ મુદ્દે સરકાર તેનું ભેદી મૌન કયારે છોડે છે.