“ફાઇવ સ્ટાર રેન્કિંગ મહાપાલિકા એલીજીબલ
“ઓ.ડી.એફ. પ્લસ અને સેવન સ્ટાર રેન્કિંગ માટે એપ્લાય
કેન્દ્ર સરકાર દ્વારા બે વર્ષ પૂર્વે રાજકોટને જાહેર શૌચક્રિયા મુકત શહેર જાહેર કરવામાં આવ્યા બાદ બે વર્ષમાં મહાપાલિકાએ ઓડીએફ પ્લસનું રેન્કીંગ હાંસલ કરવામાં સફળતા મેળવી છે. ગઈકાલે રાજકોટને ઓડીએફ પ્લસ જાહેર કરવામાં આવ્યું છે. આ ઉપરાંત રાજયના અન્ય બે શહેર સુરત અને અમદાવાદનો સમાવેશ પણ ઓડીએફ પ્લસમાં કરાયો છે. રાજકોટે ઓડીએફ પ્લસ પ્લસ માટે પણ એપ્લાય કર્યું હોવાનું જાણવા મળી રહ્યું છે.
આ અંગે પ્રાપ્ત થતી વધુ વિગત મુજબ રાજકોટ શહેરને બે વર્ષ પૂર્વે કેન્દ્ર સરકાર દ્વારા જાહેર શૌચક્રિયા મુકત શહેર જાહેર કરી દેવામાં આવ્યું હતું. તાજેતરમાં મહાપાલિકાએ ઓડીએફ પ્લસ અને ઓડીએફ પ્લસ પ્લસ માટે એપ્લાય કર્યું હતું. ગત સપ્તાહે આ માટે એક ટીમે અલગ-અલગ વિસ્તારોની મુલાકાત લીધી હતી.
નેગેટીવ માર્કિંગના કારણે રાજકોટનો સમાવેશ ઓડીએફ પ્લસ શહેરમાં કરવામાં આવ્યો ન હતો જેની સામે મહાપાલિકાએ વાંધો ઉઠાવ્યો હતો અને પુરાવા રજુ કર્યા હતા. ઓડીએફ પ્લસ માટે મહાપાલિકાના તમામ ૩૫ પબ્લીક ટોયલેટમાં ૨૪ કલાક પાણી, સેનેટરી પેડ, બાળકો, મહિલાઓ અને વિકલાંગો માટે અલગ-અલગ શૌચાલયની વ્યવસ્થા, ત્રિકોણબાગ ખાતે ઈ-ટોયલેટ, શહેરના તમામ ૧૮ વોર્ડમાં મોર્ડન ટોયલેટ જેવી સુવિધાઓ ઉભી કરી હતી.
જેને ધ્યાનમાં રાખી કેન્દ્ર સરકાર દ્વારા રાજકોટને ઓડીએફ પ્લસ શહેર જાહેર કરવામાં આવ્યું છે. આ ઉપરાંત સુરત અને અમદાવાદને પણ ઓડીએફ પ્લસ જાહેર કરવામાં આવ્યા છે. રાજકોટે ઓડીએફ પ્લસ પ્લસ માટે પણ એપ્લાય કર્યું હોય જેનું પરીણામ આગામી દિવસોમાં જાહેર કરવામાં આવશે.