સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન મોટાભાગની ખાનગી કોલેજોમાં બહારગામથી હજારો વિદ્યાર્થીઓ દર વર્ષે પ્રવેશ લેતા હોય છે. પ્રવેશ સમયે જે તે સેલ્ફ ફાયનાન્સ કોલેજ દ્વારા વિદ્યાર્થીઓ પાસેથી ઓરિજનલ ડોક્યુમેન્ટ લેવામાં આવતા હોય છે. જ્યારે કોઈ વિદ્યાર્થીઓને કોઈપણ કારણોસર પ્રવેશ રદ કરવાનો થાય તો તેમને ત્યાંથી પ્રવેશ રદ કરી દેવામાં આવતો નથી અને બધા જ વર્ષની પુરેપુરી ફી ભરી ન હોય તેવા વિદ્યાર્થીઓને ઓરિજનલ ડોક્યુમેન્ટ પણ પરત આપવામાં આવતા નથી.
વિદ્યાર્થીઓના ભવિષ્ય ન બગડે તે માટે સેલ્ફ ફાયનાન્સ કોલેજો અને નિયમોનુસાર સુચના આપવામાં આવે કે, કોઈપણ વિદ્યાર્થીઓ પાસે ઓરિજનલ ડોક્યુમેન્ટ જમા કરાવવા નહીં અને વિદ્યાર્થીઓને સમય સંજોગો અનુસાર પ્રવેશ રદ કરાવવું પડે તો તેને રદ કરાવવાનું થાય તો કોઈપણ પરેશાની વિના એડમિશન રદ કરી આ માંગ સાથે આજરોજ એનએસયુઆઈ દ્વારા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઉપકુલપતિ ડો.વિજય દેસાણીને ઉગ્ર રજૂઆત સાથે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.આ કાર્યક્રમને સફળ બનાવવા શહેર પ્રમુખ નરેન્દ્ર સોલંકી, ઉપપ્રમુખ દર્શન શિયાળ, દિગપાલસિંહ જાડેજા, પુષ્પરાજ સિંહ જાડેજા, હર્ષ બગડા, દેવેન્દ્રસિહ જાડેજા, માધવ આહિર, રોહિત રાઠોડ, ભવિષ્ટ પટેલ સહિતના ઉપસ્થિત રહ્યાં હતા.