નર્સિંગ સ્ટાફ, તબીબી શિક્ષકો બાદ હવે બાળરોગ અને સ્ત્રી રોગના નિષ્ણાત 50 જેટલા તબીબો પોતાની બે મુખ્ય માંગણીઓ લઇ વિરોધના ભાગરૂપે હડતાલ પર ઉતરી આવ્યા હતા. બાળરોગ અને સ્ત્રી રોગના નિષ્ણાંત CPS તબીબોએ સાથે મળી પદ્મકુંવરબા હોસ્પિટલ ખાતે એકઠા થઇ, હાથમાં બેનર લઇ વિરોધ નોંધાવ્યો હતો. જોકે આ સમયે મંજૂરી ન હોવાથી પોલીસે ધરણા કરતા તબીબોની અટકાયત કરી. હડતાલ પર ઉતરી આવ્યા હતા. આ સમયે તેઓ પોતાના હાથમાં બેનર લઇ વિરોધ નોંધાવી રહ્યા હતા જેમાં ‘સમાન અભ્યાસ, સમાન કામ, સમાન વેતન’ અને ‘અમારી માંગણી પુરી કરો’ ના સૂત્રો લખવામાં આવ્યા હતા.
રાજકોટ શહેરના ગુંદાવાડી બજાર વિસ્તારમાં આવેલ પદ્મકુંવરબા હોસ્પિટલ ખાતે બાળ રોગ અને સ્ત્રી રોગન નિષ્ણાંત 50 જેટલા તબીબો સાથે મળી વિરોધ નોંધાવી હડતાલ પર ઉતરી આવ્યા હતા. આ સમયે તેઓ પોતાના હાથમાં બેનર લઇ વિરોધ નોંધાવી રહ્યા હતા જેમાં ‘સમાન અભ્યાસ, સમાન કામ, સમાન વેતન’ અને ‘અમારી માંગણી પુરી કરો’ ના સૂત્રો લખવામાં આવ્યા હતા. જો કે ધરણા કે વિરોધ માટે પરમિશન ન હોવાથી પોલીસે તમામ ડોકટરોની અટકાયત કરી કાર્યવાહી હાથ ધરી હતી.
રાજકોટ જિલ્લાના ગોંડલ ખાતે ફરજ બજાવતા બાળ રોગ અને સ્ત્રી રોગના નિષ્ણાંત ડૉક્ટર હિરેન વિસાણીએ જણાવ્યું હતું કે, ‘આજ રોજ તેઓ 50 ડોક્ટરો સાથે મળી વિરોધ નોંધાવ્યો હતો. સમગ્ર ગુજરાતમાં રેસિડેન્સ તબીબોની તાજેતરમાં જ તેઓના સ્ટાઇપેન્ડમાં 40 ટકા વધારો કરવામાં આવ્યો છે. અને તેઓ પણ રેસિડેન્ટ તબીબોની જેમ જ કોરોનામાં ડ્યુટી બજાવી રહ્યા છે. તેમ છતાં પણ સીપીએસ ડોક્ટરોને અન્યાય કરવામાં આવી રહ્યો છે. અમે સિવિલ હોસ્પીટલમાં છેલ્લા 15 માસથી કામ કરી રહ્યા છીએ. જેમાં અંદાજીત 8,50,000 જેટલી ડીલીવરી, 2,50,000 જેટલી ઓ.પી.ડી.,18,000 નવજાત બાળકોના એડમિશન અને 0-18 વર્ષ સુધીના 15 હજાર બાળકોના એડમિશન કર્યા છે. તેમાંય આવા કોરોનાના કપરા સંજોગોમાં પણ પોતાના પરિવાર વૃદ્ધ માતા-પિતા તથા નાના બાળકોની ચિંતા કર્યા વગર પણ કોરોના વોર્ડમાં સંપુર્ણ નિષ્ઠાથી ફરજ બજાવેલ છે.
નર્સિંગ સ્ટાફ, તબીબી શિક્ષકો બાદ હવે બાળરોગ અને સ્ત્રી રોગના નિષ્ણાત 50 જેટલા તબીબો પોતાની બે મુખ્ય માંગણીઓ લઇ વિરોધના ભાગરૂપે હડતાલ પર ઉતરી આવ્યા હતા. જેમાં રાજકોટ સહિત ગોંડલ, ધોરાજી, ઉપલેટા, જેતપુર અને પોરબંદરના 50 જેટલા બાળરોગ અને સ્ત્રી રોગના નિષ્ણાંત CPS તબીબોએ સાથે મળી પદ્મકુંવરબા હોસ્પિટલ ખાતે એકઠા થઇ હાથમાં બેનર લઇ વિરોધ નોંધાવ્યો હતો. જોકે આ સમયે મંજૂરી ન હોવાથી પોલીસે ધરણા કરતા તબીબોની અટકાયત કરી કાર્યવાહી હાથ ધરી હતી.