ભાઇના ડખ્ખામાં ઇંડાની લારીના ધંધાર્થીનું થોરાળામાં ઢીમ ઢાળી દીધું ’તું
કામગીરી કરનાર પોલીસ સ્ટાફને 15 હજારનું ઇનામ અપાશે
દારૂ, ચોરી, મારામારી સહિત 26 ગુનામાં પોલીસ ચોપડે ચડી ચુકેલ અને 6 વખત પાસાની હવા ખાઇ ચુકેલ શખ્સને ક્રાઇમ બ્રાંચે ચોટીલા નજીકથી દબોચ્યો
શહેરના નવા થોરાળા પાસે જાહેર સોચાલય નજીક ઈંડાંની લારી ના ધંધાર્થીઓની હત્યાના ગુનામાં બે વર્ષથી નાસતા-ફરતા નામચીન અલતાફ ઉર્ફે છ આંગળી ને ક્રાઈમ બ્રાન્ચે ચોટીલા હાઇવે પરથી ઝડપી લઇ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે પોલીસ પ્રાપ્ત વિગત મુજબ શહેરમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે લાંબા સમયથી નાસતા ફરતા ગુનેગારોને ઝડપી લેવા પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ એ આપેલી સૂચનાને પગલે ક્રાઇમ બ્રાંચના એસીપી ડી.વી બસિયા અને પીઆઇ વી કે ગઢવી સહિતનો સ્ટાફે પેટ્રોલિંગ હાથ ધર્યું હતું જેમાં ભાવનગર રોડ વિજય નગર શેરી નંબર 2 નવા થોરાળા વિસ્તારમાં રહેતો અલતાફ ઉર્ફે છ આંગળી હનીફ નામનો શખસ હત્યાના ગુનામાં નાસતો ફરતો હોવાની અને રાજકોટ -ચોટીલા હાઈવે પર હોવાની બાતમીના આધારે પીએસઆઇ પી.બી. જેબલિયા, દેવાભાઈ ધરજીયા, ક્રીપાલસિંહ જાડેજા ,વિક્રમભાઈ ગમારા ,સુભાષભાઈ ભરવાડ અને પ્રતાપસિંહ મોયા ને મળેલી બાતમીના આધારે ગોઠવેલી વોચમાં અલતાપ ઉર્ફે છ આંગળી અને અટકાયત કરી હતી
ઝડપાયેલા અલતાપ ઉર્ફે છ આંગળી પ્રાથમિક પૂછપરછમાં તેણે ગત તારીખ 5 4 2019 ના રોજ નવા થોરાળા મેઇન રોડ પર આવેલા જાહેર સોચાલય પાસે ઈંડાના વેપારી ઇમરાન ઉર્ફે ઈમુ ની હત્યા કર્યાનું કબૂલાત આપી હતી હા આરોપી અલતાપ ઉર્ફે છ આંગળી ના ભાઈ મોસમ હનીફ નામનો શખસ આ ઈંડા ની લારીએ નાસ્તો કરવા ગયો હતો ત્યારે ઇમરાન ઉર્ફે ઈમુ સાથે બોલાચાલી થતા તમે પોતાના ભાઈ અલ્તાફ છ આંગળી ને ફોન કરીને બોલાવતા તે કાર લઈ ને આવ્યો અને ઇમરાન ઉર્ફે ખેમુ સાથે બોલાચાલી કરી લોખંડના પાઈપથી માર મારી મોતને ઘાટ ઉતાર્યો હતો થોરાળા પોલીસ મથકના સ્ટાફે હત્યાનો ગુનો નોંધી મોઈન અને અલતાફ ઉર્ફે છ આંગળી સામે ગુનો નોંધી પોલીસે મુજબ તેમની ધરપકડ કરી હતી જ્યારે નાસી છૂટેલા અલતાફ ઉર્ફે આંગળી ની શોધખોળ હાથ ધરી હતી
અલ્તાફ ઉર્ફે છ આંગળીની પ્રાથમિક પૂછપરછમાં એ બે વર્ષથી નામ બદલાવી અને કોઈ ઓળખી ન શકે તે રીતે માથામાં વીક પહેરી અને દાઢીનો શેપ બદલાવી પોલીસ થી છુપાઈને ગોવા કલકત્તા દમણ બોમ્બે હૈદરાબાદ ગમતો અને દમણ વગેરે સ્થળે રોકાયા હોવાની કબૂલાત આપી હતી ઝડપાયેલા અલ્તાફ સામે 26 જેટલા ગુનાઓ નોંધાયા છે જેમાં દારૂ, ચોરી, મારામારી અને હત્યાનો ગુનાઓમા પોલીસ ચોપડે ચડી ચૂક્યો છે તેમજ છ વખત પાસા હેઠળ જેલની હવા ખાઈ ચુક્યા છે પોલીસે કાર અને મોબાઈલ મળી સહિતનો મુદ્દામાલ કબજે લીધો છે
અલતાપ ની ધરપકડ કરનાર પોલીસ સ્ટાફને પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ દ્વારા રૂપિયા 15 હજારનો રોકડ ઇનામ આપવામાં આવ્યું છે અને અભિનંદન પાઠવ્યા છે