- ગોંડલ રોડ પર ખાણીપીણીની 31 દુકાનોમાં ચેકીંગ: દાબેલા ચણા, શંખજીરૂં પાવડર અને તેલ સહિત 8 ખાદ્ય સામગ્રીના નમૂના લેવાયા
અબતક, રાજકોટ
કોર્પોરેશનની આરોગ્ય શાખા સંલગ્ન ફૂડ વિભાગ દ્વારા શહેરના રવિરત્ન પાર્કમાં સોમેશ્ર્વર મહાદેવ સામે આવેલી કિર્તી ગર્લ્સ હોસ્ટેલ તથા યુનિવર્સિટી રોડ પર ઝવેરચંદ મેઘાણી કોમ્પ્લેક્સમાં જલારામ ફાસ્ટફૂડમાં ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. જે અંતર્ગત સ્થળ પર અનહાઇજેનીંગ ક્ધડીશન જોવા મળતા બંનેને ફૂડ લાયસન્સ અંગે અને હાઇજેનીંગ ક્ધડીશન જાળવી રાખવા માટે નોટિસ ફટકારવામાં આવી હતી.
શહેરના ગોંડલ રોડ પર પીડીએમ કોલેજ સામે ખાણીપીણીની 31 દુકાનોમાં ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું અને નવ ધંધાર્થીઓને નોટિસ આપવામાં આવ્યું છે. જેમાં ગાયત્રી મદ્રાસ કાફે, રાહી મોમોસ, ઉસ્તાદ ચાઇનીઝ, જય ભવાની પુરી-શાક, શ્રીરામ ચાઇનીઝ-પંજાબી, હર હર મહાદેવ ચાઇનીઝ-પંજાબી, માહીર મદ્રાસ કાફે, માહીર ચાઇનીઝ-પંજાબી અને જય દ્વારકાધીશ વડાપાઉંને ફૂડ લાયસન્સ સંદર્ભે નોટિસ આપવામાં આવી હતી. આ ઉપરાંત આજી ડેમ ચોકડી પાસે જે.કે. સેલ્સમાંથી લૂઝ દાબેલા મસાલાવાળા ચણા, લૂઝ શંખજીરૂં, યુઝ થયેલું ફ્રાઇંગ તેલ, લૂઝ પલાળેલા ચણા જ્યારે આશા ફૂડ્સમાંથી પણ ઉક્ત ચાર આઇટમના નમૂના લઇ પરિક્ષણ અર્થે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે.