વન વીક વન રોડ ઝુંબેશ અંતર્ગત વેરા પેટે રૂા.31 લાખની વસૂલાત: 14 પેઢીઓને ફુડ લાયસન્સ અંગે નોટિસ
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા મુખ્ય 48 માર્ગો પર “વન વીક, વન રોડ” ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. આજે નાનામવા મેઈન રોડ પર લક્ષ્મીનગર અન્ડરબ્રિજ થી જડુસ રેસ્ટોરન્ટ સુધીના વિસ્તારમાં વિવિધ કામગીરી કરી હતી.
નાનામવા રોડ 76 આસામીઓને ત્યાંથી 905 ચો.મી. પર પાર્કિંગ તથા માર્જીનમાં થયેલ દબાણો/ગેરકાયદેસર બાંધકામ દુર કરાયું હતું.
વેરા-વસુલાત શાખા દ્વારા 54 આસામીઓ પાસેથી કુલ રૂ. 4 લાખ 33 હજારની વ્યવસાય વેરાની વસુલાત કરવામાં આવી હતી. જ્યારે વ્યવસાય વેરા માટે કુલ 398 આસામીઓને સુનાવણી નોટીસ આપવામાં આવેલ છે તેમજ વ્યવસાયવેરા માટે કુલ 106 નવા રજીસ્ટ્રેશન કરવામાં આવેલ છે.
કુલ 183 આસામીઓ પાસેથી કુલ 31 લાખ 46 હજાર રૂપિયાના વેરાની વસુલાત કરવામાં આવી હતી. 42 ફુડ બિઝનેસ ઓપરેટરની ચકાસણી કરવામાં આવી હતી. ફુડ 28 કિ.ગ્રા., એક્સપાયર થયેલ કોલ્ડ્રીંક્સ 38 લી. જેટલો જ્થ્થો સ્થળ પર નાશ કરવામાં આવ્યો હતો અને 11 પેઢીને લાયસન્સ તેમજ હાઇજીન બાબતે નોટીસ ફટકારવામાં આવી છે.
દબાણ હટાવ શાખા દ્વારા 132 બોર્ડ/બેનર જપ્ત કરવામાં આવ્યા હતાં. જાહેરમાં કચરો ફેકનાર/ગંદકી કરવા સબબ કુલ 13 આસામીઓ પાસેથી રૂ. 3,250/-, કચરાપેટી/ડસ્ટબીન ન રાખવા સબબ કુલ 06 આસામીઓ પાસેથી રૂ. 1,500/-, પ્રતિબંધિત પ્લાસ્ટિક રાખવા/ઉપયોગ કરવા સબબ કુલ 16 આસામીઓ પાસેથી રૂ. 8,000/- નો વહીવટી ચાર્જ વસુલવામાં આવેલ. આમ કુલ 35 આસામીઓ પાસેથી રૂ. 12,750/-નો વહીવટી ચાર્જ વસુલ કરવામાં આવ્યો હતો.