- નોટરીઓને પડતી આ તમામ હાલાકી નિવારવા નવનિયુક્ત પ્રમુખ ડી. ડી. મહેતા નો કોલ
- પ્રદેશ ભાજપના સહ-ક્ધવીનર અનિલભાઈ દેસાઈ, સિનિયર એડ્વોકેટ પિયુષભાઈ શાહ, કમલેશભાઈ શાહ અને બાર એસો. ના પ્રમુખ અર્જુનભાઈ પટેલની માર્ગદર્શન હેઠળ રાજકોટ ડીસ્ટ્રીકટ નોટરી એસોસીએશનની રચના
રાજકોટ શહેર અને જીલ્લામા નોટરીઓના વિવિધ પ્રશ્નોનું નિરાકરણ લાવવાના હેતુથી નવ નિયુકત પ્રદેશના ભાજપ સહ-ક્ધવીનર અનિલભાઈ દેસાઈ , સિનિયર એડવોકેટ પિયુષભાઈ શાહ, કમલેશભાઈ શાહ અને રાજકોટ બાર એસો. ના પ્રમુખ અર્જુનભાઈ પટેલની આગેવાની હેઠળ મળેલી નોટરીઓની મીટીગમા રાજકોટ ડીસ્ટ્રીકટ નોટરી એસોસીએશનની રચના કરવામાં આવી છે. નવનિયુક્ત હોદ્દેદારોએ અબતક મીડિયા હાઉસની શુભેચ્છા મુલાકાત લીધી હતી. વિવિધ નોટરીઓને પડતી મુશ્કેલીઓ અને વિવિધ પ્રશ્નોની ઉકેલ લાવવાની બાંહેધરી આપી હતી તેમજ આગામી દિવસોમાં રાજકોટ જીલ્લાના તમામ તાલુકાના નોટરીઓને સભ્ય બનાવી નોટરીઓનુ સગઠન બનાવવામાં આવશે.તેમ અંતમાં જણાવ્યું હતું.
રાજકોટ ડીસ્ટ્રીકટ નોટરી એસોસીએશનના માર્ગદર્શક મડળના સિનિયર એડવોકેટ અને રાજકોટ શહેર લીગલ સેલના પુર્વ ક્ધવીર પીયુષભાઈ એમ. શાહ, રાજકોટ બાર એસો. ના પુર્વ પ્રમુખ સજયભાઈ જે. વ્યાસ, રાજકોટ બાર એસો. ના પુર્વ સેક્રેટરી મનિષભાઈ ખખ્ખર , બાર એસો. ના સેક્રેટરી પી. સી. વ્યાસ રહેશે અને આ સિનિયર એડવોકેટોના માર્ગદર્શન હેઠળ નોટરીઓના વિવિધ પ્રશ્નો અંગે ઉચ્ચ કક્ષાએ રજુઆત કરાશે.
ડિસ્ટ્રિક્ટ નોટરી એસોસિએશન દ્વારા આગામી દિવસોમાં નોટરીઓને સ્ટેમ્પ ચલણ માટે નોટરીઓને મુશ્કેલી પડે છે. નોટરીઓની નોટરીયલ સ્ટેમ્પના ચલણ હાલમા ટ્રેઝરી કચેરી દ્વારા અઠવાડીયામા બે દિવસ સોમવાર અને ગુરૂવારે જ અપાય છે તેના બદલે અઠવાણીયાના ચાર દિવસ ટ્રેઝરી કચેરી દ્વારા ચલણ અપાઈ તેવી વ્યવસ્થા ગોઠવવા પણ રજૂઆત કરાશે. પોલીસ તંત્ર દ્વારા ખોટી રીતે નોટરીઓને અવાર નવાર હેરાનગતી કરાતી હોવાની વ્યાપક ફરીયાદો આવતી હોય આવા કિસ્સામા સબંધિત નોટરી સાથે એસોસીએશન ખડે પગે રહી ઉચ્ચ અધિકારીઓને રજુઆત કરશે.
રાજકોટ ડીસ્ટ્રીકટ નોટરી એસોસીએશનના નવ નિયુકત હોદ્દેદારોની નિમણૂકને મંત્રી અરવિદભાઈ રૈયાણી, સાસદ રામભાઈ મોકરીયા, સાસદ મોહનભાઈ કારીયા, ધારાસભ્ય ગોવિદભાઈ પટેલ, લાખાભાઈ સાગઠીયા, શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મીરાણી , રેવન્યુ પ્રેકટીશનર એસો. ના પ્રમુખ એન. જે. પટેલ, એમ.એ.સી.પી. બારના પ્રમુખ અજયભાઈ જોશી, ક્રિમીનલ બારના પ્રમુખ તુષારભાઈ , સિનિયર એડવોકેટ રાજભા ઝાલા, રૂપરાજસિહ પરમાર, જે. એફ. રાણા, હિતેન્દ્રસિહ જાડેજા, પરેશભાઈ ઠાકર, ભગીરથસિહ ડોડીયા, રક્ષિતભાઈ ક્લોલા, કમલેશભાઈ ડોડીયા, આબીદભાઈ સોસાન, તરૂણભાઈ માથુર, તરૂણભાઈ કોઠારી, દિલેશભાઈ શાહ, કિશોરભાઈ સખીયા, કેતનભાઈ ગોસલીયા, જી. એલ. રામાણી, હિતેષભાઈ મહેતા, જીજ્ઞેશભાઈ શાહ, કિરીટભાઈ પાઠક, નિતેશ કથીરીયા, કિરીટભાઈ નકુમ, હિમાશુ પારેખ, નિવદભાઈ પારેખએ સુભેચ્છા પાઠવી છે.
- રાજકોટ ડીસ્ટ્રીકટ નોટરી એસોસીએશનનાં હોદેદારો
- રાજકોટ ડીસ્ટ્રીકટ નોટરી એસોસીએશનના પ્રમુખ તરીકે એડ્વોકેટનોટરી ડી. ડી. મહેતા
,ઉપ-પ્રમુખ તરીકે એ.ટી. જાડેજા, સેક્રેટરી તરીકે શૈલેષકુમાર એમ. ભટ્ટ, જો. સેક્રેટરી તરીકે ભુપેન્દ્રસિંહ વી. જાડેજા, ટ્રેઝરર તરીકે ભાવેશભાઈ રંગાણી , સગઠન મંત્રી તરીકે અશોકભાઈ એમ. ડાગરની નિમણૂક કરાઈ હતી. જયારે કારોબારી સભ્યો ગોતમભાઈ ગાધી, રૂપિભાઈ જોશી, વિરેન્દ્ર રાણિગા, ઓમદેવસિહ જાડેજા, દિપક દવે, મહેશભાઈ સવસાણી, પુર્ણિમાબેન એચ. મહેતા, રશ્મીબેન જી. શેઠ, જગદિશભાઈ એમ. વાડીયા, આર. કે. દલ, સતીષ પી. નગવાડીયા તથા અજયસિહ એમ. ચાહાણની નિયુક્તિ કરાઈ છે.