શહેરમાં કોરોનાના કેસમાં સતત ઘટાડો નોંધાય રહ્યો છે.બીજી તરફ કોરોનાથી થતાં મૃત્યુમાં પણ ઘટાડો થઈ રહ્યો છે.ત્યારે હવે મોટા મવા અને રામનાથપરા સ્મશાને નોન-કોવિડ ડેડ બોડીનો પણ અગ્નિ સંસ્કાર કરી શકાશે તેવી જાહેરાત મહાપાલિકા દ્રારા કરવાંમાં આવી છે.
મહાપાલિકા દ્વારા શહેરના ચાર મુખ્ય સ્મશાન રામનાથપરા, બાપુનગર,મોટા મવા અને મવડી સ્મશાનગૃહ હંગામી સમય માટે કોવિડ બોડી માટે અનામત રાખવામાં આવ્યા હતા. જે પૈકી હવે ફક્ત બાપુનગર અને મવડી સ્મશાનગૃહ કોવિડ બોડી માટે અનામત રહેશે જ્યારે રામનાથપરા અને મોટા મવા ખાતે સામાન્ય બોડી (નોન-કોવિડ) બોડી લઈ જઈ શકાશે.અત્રે ઉલ્લેખનીય છે કે કોરોનાની બીજી લહેર જ્યારે પિક પર હતી અને મૃત્યુઆંક પણ સતત વધી રહ્યો હતો ત્યારે શહેરની બહાર આવેલા સ્મશાનમાં નોન કોવિડ ડેડ બોડીની અંતિમ વિધિ કરવાની વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી હતી.