રાજ્યનાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે સવારનાં સૌરાષ્ટ્ર પાટનગર એવા રાજકોટની એક દિવસીય મુલાકાતે હવાઈ માર્ગે રાજકોટ આવી પહોંચતાં તેઓનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. રાજ્યના મંત્રી અરવિંદ રૈયાણી, સાંસદ રામભાઈ મોકરિયા, મોહનભાઈ કુંડારીયા, ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ, લાખાભાઈ સાગઠીય મેયર પ્રદીપ ડવ, શહેર ભાજપના પ્રમુખ કમલેશ મિરાણી સહિતનાં પ્રતિનિધિઓ દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું અભિવાદન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે રાજકોટ જિલ્લા કલેક્ટર અરુણ મહેશ બાબુ તથા મ્યુનિસિપલ કમિશનર અમિત અરોરા ખાસ ઉપસ્થિત રહ્યા હતાં.
ત્યારે આ ભુપેન્દ્ર પટેલએ રામપરા બેટી ખાતે વિચરતી જાતિના બાળકો માટે ૨૦૦ રૂમની હોસ્ટલ નિર્માણ પામશે તેવી CM દ્વારા વગડામાંથી વહાલપની વસાહત કાર્યક્રમ ખાતેથી જાહેરાત.
આ પ્રસંગે રામપર બેટી ખાતે વિચરતી વિમુક્ત જાતિ માટે નિર્માણ કરાયેલા 65 મકાનોનું મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે લોકાર્પણ કરવામા આવ્યું છે. જેમાં વિચરતી-વિમુક્ત જાતિ માટે નિર્માણ કરાયેલા 65 મકાનોના
લોકાર્પણની સાથે 40-40 મીટરના 300 પ્લોટની સનદનું પણ લાભાથીઓને વિતરણ કરશે. તેમજ 65 મકાનોના લાભાથીઓને ઉજજ્વલા યોજના હેઠળ ગેસ કનેકશન પણ અપાશે. રાજકોટમહાનગરાપલિકા કચેરીમાં અધિકારીઓ અને પદાધિકારીઓ સાથે બેઠક યોજાશે.
વિકાસ કામોની માહિતી મેળવશે
તેમજ બપોરના 1.10 કલાકે સર્કીટ હાઉસમાં લંચ લીધા બાદ 2 કલાકે સર્કીટ હાઉસ ખાતે ભાજપના પદાધિકારીઓ સાથે બેઠક યોજશે ત્યારબાદ બપોરે 3.30 કલાકે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે કલેક્ટર, એડીશ્નલ કલેક્ટર, પ્રાંત ઓફીસર સહિતના અધિકારીઓ તેમજ સાંસદો અને ધારાસભ્યો સાથે બેઠક યોજાશે. જેમાં રાજકોટ શહેર-જિલ્લાના વિકાસ કામોની માહિતી મેળવશે. જે બાદ સાંજના 5 કલાકે હોટલ ઇમ્પીરીયલ પેલેસ ખાતે આયોજીત ઇનોગ્રેશન પ્રોગ્રામમાં તેઓ હાજરી આપશે. ત્યારબાદ સાંજના 6 વાગ્યે રાજકોટ એરપોર્ટથી હવાઈ માર્ગે અમદાવાદ જવા રવાના થશે.