આધુનિક સુવિધાસભર નવી ડોરમેટરીનું નિર્માણ કરાશે
દેશમાં કોઈપણ વ્યકિત છત વગર સુવે નહીં તે માટે જરૂરી પગલાઓ લઈ સુવિધા ઉપલબ્ધ કરવા સુપ્રીમ કોર્ટ દ્વારા સુચવવામાં આવ્યું છે. મહાપાલિકા દ્વારા હાલ રેનબસૈરા બનાવવામાં આવી રહ્યા છે.
કોર્પોરેશનની હદમાં ભળેલા નવા વિસ્તાર માધાપર, મુંજકા, મનહરપુર, ઘંટેશ્ર્વર અને મોટામવાને ધ્યાનમાં રાખી હવે એક આધુનિક સુવિધાસભર ડોરમેટરી બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ટુંક સમયમાં જગ્યાની પસંદગી કરી આ ડોરમેટરી બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવશે.