લાયસન્સ લીધા વિના જ હેલ્થ સપ્લીમેન્ટનું ઉત્પાદન અને વેંચાણ
પરિવાર વેલનેશ અને ઓશો મેડિકરને નોટિસ : સાત સ્થળેથી નમૂના લેવાયાં
અબતક, રાજકોટ
કહેવાતાં તબીબ પરેશ પટેલ એક્સપાયરી ડેટવાળી દવાનું વેંચાણ કરતાં હોવાનો કૌભાંડનો પદાર્ફાશ થયા બાદ તપાસમાં રોજ નવા ઘટસ્ફોટ થઇ રહ્યાં છે. એફ.એસ.એસ.એ.-૨૦૦૬ અન્વયે લાયસન્સ લીધા વિના જ હેલ્થ સપ્લીમેન્ટનું વેંચાણ કરવામાં આવતું હોવાનું પકડાતા પરિવાર વેલનેશ સેન્ટર અને ઓશો મેડીકરને નોટીસ ફટકારવામાં આવી છે. આ ઉપરાંત કોર્પોરેશનની આરોગ્ય શાખા દ્વારા અલગ-અલગ સ્થળોએથી સાત ખાદ્ય સામગ્રીના નમૂના લઇ પરિક્ષણ અર્થે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યાં છે.
આ અંગે પ્રાપ્ત થતી વધુ વિગત મુજબ ઢેબર રોડ ૨/૫, શ્રમજીવી સોસાયટીમાં કર્મયોગી મકાનની સામે પરિવાર વેલનેશ દ્વારા લાયસન્સ લીધા વિના જ હેલ્થ સમ્પીલેન્ટ સિરપનું વેંચાણ કરવામાં આવતુ હોવાનું પકડાયું હતું. વેંચાણ ઢેબર રોડ એસ.ટી.બસ પોર્ટ ત્રીજા માળે ઓફીસ નં.૧૫માં ઓશો મેડીકેર, ઓશો હોસ્પિટલમાં કરવામાં આવતું હોવાનું માલૂમ પડતાં ફૂટ સેફ્ટી એન્ડ સ્ટાડર્ન્ડ એક્ટની કલમ-૩૧ મુજબ નોટીસ ફટકારવામાં આવી છે. અહિથી સમ્પીલેન્ટ સિરપનો નમૂનો લઇ પરિક્ષણ અર્થે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યો છે. આરોગ્ય શાખા સંલગ્ન ફૂડ વિભાગ દ્વારા નાના મૌવા રોડ સુખસાગર ડેરી ફાર્મ પરથી મિક્સ દૂધ, નાના મૌવા ચોકમાં શિતલ ચાઇનીઝ એન્ડ પંજાબીમાં તંદુરી રોટીનો આટો, વેલનેશ આઇ.એન.સી.માંથી બોર્નટોન સિરપ વીથ હર્બલ સમ્પીમેન્ટ હેલ્થ સપોર્ટ, સંતકબીર રોડ પર ગૃહ ઉદ્યોગમાંથી સોસ, ભાવનગર રોડ પર શક્તિ ચંટણીમાંથી લીલી ચટણી, ઓશો મેડીકરમાંથી રીમોક્સ ટેબ્લેટ અને નેફ્રાસેય હર્બલ સમ્પીમેન્ટ સીરપના નમૂના લેવામાં આવ્યા હતાં.
અલગ-અલગ સ્થળોએ ચેકીંગ દરમિયાન ૮૫ કિલો વાસી અને અખાદ્ય ખોરાકનો નાશ કરવામાં આવ્યો હતો.