શહેરમાં પરણિતા પર ગેંગરેપ મામલે નવો વણાંક આવ્યો છે. પહેલા મહિલાએ ઓન કેમેરાએ જણાવ્યું હતું કે તેના પર પાડોશમાં રહેતા ત્રણ શખ્સોએ તેના પર ગેંગરેપ કર્યો છે. જો કે બાદમાં પોલીસ પૂછપરછમાં તેણીએ જણાવ્યું કે અનૈતિક સંબંધને કારણે તેનો પતિ સાથે ઝઘડો થયો હતો. જેમાં તેના પતિએ જ છરીના ઘા માર્યા હોવાનું જણાવ્યું હતું.
પ્રાથમિક વિગત મૂજમ વિશ્વનગર આવાસ ક્વાર્ટરમાં રહેતા દલિત દંપતિ જેઓ કેટરિંગનું કામ કરે છે, પોલીસના જણાવ્યા પ્રમાણે પીડિત મહિલાને ઘાયલ અવસ્થામાં સિવિલ ખાસે લાવવામાં આવી હતી, જ્યાં તેણીએ સૌપ્રથમ મહિલા સમક્ષ કથન કર્યું કે તેના પર તેની પાડોશમાં રહેતાં બેથી ત્રણ શખ્સોએ બે બે વાર દુષ્કર્મ આચર્યું છે, ત્યારબાદ જ્યારે પોલીસ તેણીની પૂછપરછ કરી તો તેણે ફેરવી તોડ્યું હતું અને નિવેદન આપતાં જણાવ્યું કે અનૈતિક સંબંધના કારણે તેનો પતિ સાથે ઝઘડો થયો હતો, જેમાં તેના પતિએ જ છરીના ઘા માર્યા હતા. હાલ માલવિયાનગર પોલીસ તપાસ કરી રહી છે.