માતા-પુત્ર પર બે મહિલા સહિત ત્રણ શખ્સો  પાઈપ વડે તૂટી પડયા: સામા પક્ષે સગીરા ઈજાગ્રસ્ત

રૈયાધાર વિસ્તારમાં મહિલાએ બજરની પીચકારી મારતા બે પરિવાર  વચ્ચે   બઘડાટી  બોલી હતી જેમાં યુવાન પર બે મહિલા સહિત ત્રણ શખ્સોએ પાઈપ વડે મારમાર્યો હતો. જયારે સામાપક્ષે પણ સગીરાને  ઈજા થતા તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાા આવી છે.

આ અંગેની  પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ રૈયાધાર  રાધેશ્યામ ગૌશાળા પાસે લક્ષ્મીબેન   મનસુખભાઈ  સોલંકીએ  બજરની પીચકારી  મારતા પાડોશમાં રહેતા જીણા અને તેની પુત્રી લક્ષ્મી સહિત  ત્રણ શખ્સોએ માથાકૂટ કરી હતી મહિલાઓ વચ્ચે થયેલી  માથાકૂટમાં  પડેલા ચપ્પલ લેવા જતા વિજય મનસુખભાઈ સોલંકી ઉ.22 પર જીણા અને  તેનીપુત્રી પત્નીએ લોખંડના પાઈપથી મારમારતા હોસ્પિટલમાં ખસેડવામા આવ્યો છે.

તો સામાપક્ષે  લક્ષ્મી જીણાભાઈ  ધોળકીયા નામની 17 વર્ષની સગીરાને પાડોશમાં  રહેતા વિજય અને તેની સાથે રહેલી મહિલાઓએ લાકડી વડેમારમારતા હોસ્પિટલમાં દાખલ કરવામાં  આવી છે.સગીરાના જણાવ્યા મુજબ પોતે કરિયાણાની દુકાનમાં હતી ત્યારે લક્ષ્મી નામની મહિલા ગાળો બોલતી હતીત્યારે ગાળો બોલવાનીના પાડતા મારમાર્યાનું જણાવ્યુંં હતુ.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.