સાધુવાસવાણી રોડ પર પાટીદાર ચોક પાસે પામસિટી પાછળ વસંત વિહારમાં રહેતા પાડોશી પરિવાર વચ્ચે થયેલા આર્થિક વ્યવહારમાં રુા.1.10 કરોડની છેતરપિંડીની થયેલી ફરિયાદમાં બે મહિલા સહિત ત્રણની પોલીસે ધરપકડ કરા જેલ હવાલે થયેલા જમીન મકાનના ધંથાર્થીની પત્નીએ પોલીસે અમારુ શુ બગાડી લીધું તેમ કહી વૃધ્ધને ખૂનની ધમકી દીધાની પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે.
પોલીસે બે મહિલા સહિત ત્રણની છેતરપિંડીના ગુનામાં ધરપકડ કરતા જમીન-મકાનના ધંધાર્થીની પત્નીએ પોલીસે અમારુ શુ કરી લીધુ તેમ કહી ખૂનની ધમકી દીધી
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ વસંત વિહારમાં રહેતા અમૃતલાલ દેવશીભાઇ આદોદરીયા નામના 64 વર્ષના પટેલ વૃધ્ધે પોતાના પાડોશમાં રહેતી ક્રિષ્નાબેન મુનેશભાઇ હિરપરાએ ખૂનની ધમકી દીધાની પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
અમૃતલાલ આદોદરીયાના પુત્ર બ્રિજેશભાઇ આડોદરીયા અને ક્રિષ્નાબેન હિરપરાના પતિ મુનેશભાઇ વચ્ચે સારી મિત્રતા હોવાથી તેઓને જમીન-મકાનના ધંધામાં તેમજ એકસપોર્ટ ઇમ્પોર્ટના ધંધા માટે બ્રિજેશભાઇ આડોદરીયાએ પોતાના સગા-સંબંધીઓના આશરે એકાદ કરોડ ઉછીના આપ્યા હતા તે પેટે આપેલો ચેક રિટર્ન થતા મુનેશ મગનલાલ હિરપરા, તેમની માતા મંજુલાબેન મગનલાલ હિરપરા અને તેના નાના ભાઇની પત્ની જાનકી મયુર હિરપરા સામે છેતરપિંડીની યુનિર્વસિટી પોલીસમાં ગત તા.23-9-23ના રોજ ફરિયાદ નોંધાતા પોલીસે ગઇકાલે ત્રણેયની ધરપકડ કરી જેલ હવાલે કર્યા હતા.
આથી ઉશ્કેરાયેલી ક્રિષ્નાબેન મુનેશભાઇ હિરપરાએ બ્રિજેશભાઇના પિતા અમૃતલાલ આદોદરીયાએ ખૂનની ધમકી દીધાનું ફરિયાદમાં જણાવ્યું છે.