‘અબતક’ ની મુલાકાતમાં પ્રણવાનંદની સંસ્કૃત ભવનની 46 વર્ષની આઘ્યાત્મિક યાત્રાની માહિતી આપતા ટ્રસ્ટીઓ

રાજકોટમાં 46 વર્ષથી આઘ્યાત્મિક વ્યાખ્યાન પ્રવચન, જયા સતત યોજાય છે તેવા પ્રણાનંદન સંસ્કૃત પ્રચાર ટ્રસ્ટ દ્વારા ટ્રસ્ટનો 5-11-76 ના સ્થાપના થઇ હતી.

પ્રણાવાનંદની સંસ્કૃત પ્રચાર ટ્રસ્ટ દ્વારા દેવી ભાગવત જ્ઞાન યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. ‘અબતક’ની મુલાકાતે આવેલા મંત્રી કૌશિકકુમાર છાયા અને ભાગવતાચાર્ય શાસ્ત્રી સુરેન્દ્રભાઇ દવેએ કાર્યક્રમ અંગે જણાવ્યું હતું કે નીશીથભાઇ ઉપાઘ્યાયના વ્યાસાસને શ્રીમદ્દ દેવીભાગવત જ્ઞાનયજ્ઞનું આયોજન શ્રી પ્રણવાનંદજી સંસ્કૃત પ્રચાર ટ્રસ્ટના લાભાથે તા. 26-9 થી 4-10 સાંજે 4.30 થી 6 કરવામાં આવેલ છે.

જેમાં 4-10 ને મંગળવારે સાંજે પ થી 6 દરમિયાન પ્રણવાનંદજી મહારાજની પ્રતિમાનું સોડશોપચાર પુજન આરતી તથા ગુરુમહિમા વિષે પ્રવચન ભાગવતાચાર્ય શાસ્ત્રી સુરેન્દ્રભાઇ દવે દ્વારા કરાવવામાં આવશે. તથા કંઠસ્ય સંસ્કૃત શ્ર્લોક- સુભાષિત સુલેખન સ્પર્ધા યોજાયેલ જેમાં પ્રથમ ત્રણ ક્રમે આવેલ છાત્રાનો સન્માનવાનો એક કાર્યક્રમ પ્રણવાનંદજી સંસ્કૃત ભવન ભારતસેવક સમાજ રેઇસ કોસૃ ખાતે યોજાશે.

આ કાર્યક્રમમાં મનસુખભાઇ જોશી, કૌશિકભાઇ છાયા, જનાર્દનભાઇ પંડયા, સુરેન્દ્રભાઇ દવે, પ્રો. ડો. વિનોદબાળાબેન જાની, ડો. મીહીરભાઇ જોશી, ડો. જનકભાઇ મહેતા, ડો. મીનાક્ષીબેન ભટ્ટ, ગોપાલકૃષ્ણ વિદ્વાનો પ્રાસંગિક ઉદબોધન કરશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.