બાળકોને રાસ-ગરબા માટે 25 સપ્ટેમ્બર સુધી ફોર્મ ભરી શકાશે
દર વર્ષે બાલભવન રાજકોટ દ્વારા નવરાત્રીનું એકમાત્ર એવું આયોજન કરવામાં આવે છે કે જ્યાં ફક્ત બાળકો ઓરકેસ્ટ્રાનાં તાલમાં , જગમગાટ રોશની તેમજ વિઝ્યુઅલ સ્ક્રીન ઇફેક્ટ અને માતાજીની આરાધના સાથે ઝુમી ઉઠે છે .
ત્રણ વર્ષ બાદ બાલભવન રાજકોટનાં માનદ મંત્રી મનસુખભાઇ જોષી અને ટ્રસ્ટી છે ડો . મંથનાબેન ત્રિવેદી ( હેલીબેન ) નાં માર્ગદર્શન હેઠળ બાલભવનનાં ઓફિસ સ્પ્રીન્ટેન્ડેન્ટ કિરીટભાઇ વ્યાસ તથા બાલભવનની ટીમ દ્વારા બાળકો માટે ફરિ એવા જ આયોજન માટેની તૈયારીને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. નવરાત્રી મહોત્સવ તા . 26-09 થી તા . 5-10 બાલભવનનાં વિશાળ જોકર ગ્રાઉન્ડમાં ઓરકેસ્ટ્રાનાં તાલે રાસ ગરબા નૃત્યનાં પડધમ સાથે દરરોજ રાત્રે 8: 30 થી 11:30 દરમ્યાન ઉજવાશે.
જેમાં 5 થી 16 વર્ષનાં દરેક બાળકો ભાગ લઇ શકે છે . (ગૃપ – એ) 5 થી 10 વર્ષ અને (ગ્રુપ – બી) 11 થી 16 વર્ષ પ્રમાણે બાળ ખેલૈયાઓ ફોર્મ ભરી શકે છે . સીઝન પાસ ધરાવનાર દરેક બાળકને પ્રિન્સ/પ્રિન્સેસ જાહેર કરી ઇનામ પુરસ્કાર આપી સન્માનીત કરવામાં આવે છે. જેના લેર્મ ભરવાની છેલ્લી તારીખ 25-09 સુધી લંબાવાઈ છે . સવારે 11:00 થી 1:30 અને સાંજે 5:00 થી 8:00 દરમ્યાન ફોર્મ ભરી શકાશે.
સીઝન પાસે ધરાવતા બાળકના વાલીનો માટે જોવા માટેના બે ફ્રી પાસે અને બેઠક વ્યવસ્થા અને એક (છેલ્લા) દિવસનો રમવાનો ફ્રી પાસ પણ આપવામાં આવે છે. ઉપરાંત આરતી શણગાર દાંડિયા શણગાર ગરબા શણગાર જેવી ઘણીબધી સ્પર્ધાઓ પણ યોજાય છે.
તો બાળ ખેલેયાઓ માટેના આ અનોખા નવરાત્રી મહોત્સવમાં ભાગ લેવા ઇચ્છતા બાળકોએ ઉપરોક્ત તારીખ સમય સુધીમાં પાસપોર્ટ સાઇઝ ફોટો તથા જન્મ તારીખ દર્શાવતાં કોઇપણ પ્રમાણપત્ર સાથે બાલભવન રાજકોટ કાર્યાલયેથી ફોર્મ મેળવી લઇ ભરી આપવાના રહેશે.