રાજકોટના શહેરીજનોને મનોરંજનથી કંઈક વિશેષ માણવા મળે એ ઉદેશ સાથે અલગ, અદ્વિતીય અને અદભુત કાર્યક્રમો રાજકોટ આંગણે લાવનાર નવધા કલ્ચરલ ક્લબ દ્વાારા ઉત્કૃષ્ટ કાર્યક્રમોની હારમાળામાં વધુ એક મણકો આગામી ર1 જાન્યુઆરીના રોજ રાજકોટ આંગણે ઉમેરાઈ રહ્યોે છે.

સ્ટીવ જોબ્સ… એ વ્યક્તિત્ત્વ જેને સમગ્ર વિશ્ર્વને ડિજીટલ યુગની ઝાંખી કરાવી અને એપલ બ્રાન્ડ નામથી અનેક આવિષ્કારોની ભેટ આપી. આ સ્ટીવ જોબ્સના જીવનમાં તેની આસપાસ રહેલા સંબંધો થકી કેવો ઝંઝાવાત ઉદભવ્યો તેનું તાદશ્ય વર્ણન કરતું એક ઉમદા નાટક મીસ્ટર એપલ રાજકોટ આંગણે ર1 જાન્યુઆરીના રોજ ભજવાશે.

ગુજરાતી ભાષાના ઉમા લેખકોમાંના એક એવા શિશિર રામાવતની કલમે લખાયેલું અને પ્રયોગશીલ દિગ્દર્શક મનોજ શાહ દ્વારા દિગ્દર્શિત આ નાટક એ નાટય કલાની રજૂઆતમાં એક નોખી-અનોખી રચના બની છે.

કોઈ જ મોટા સેટ વિના કે મોટી હો… હા… વિના રજૂ થતું આ નાટક એટલું અસરકારક છે કે એ ભજવાઈ રહ્યું હોય ત્યારે વાતાવરણમાં પ્રાણવાયુની માફક માત્ર આ નાટક જ શ્ર્વસે અને નીખર્યા કરે છે.

સ્ટીવ જોબ્સ અને તેની દીકરી લીઝા વચ્ચેનો આંતર સંઘર્ષ કેવી રીતે આંતર સંવેદનની કક્ષાએ પહોંચીને સફળતા-નિષ્ફળતાની વચ્ચે જીવતા જીવતરને માનવીય મુકામ બક્ષ્ો છે તેની ઉત્કૃષ્ટ રજૂઆત મીસ્ટર એપલમાં કરવામાં આવી છે.

ડિઝાઈન અને એન્જિનિયિરંગને સર્વોત્તમ ગણતા જોબ્સની પોતાની જિંદગીની ડિઝાઈન કેટલી વેર-વિખેર હતી અને એના પોતાના અણુપિંડ સાથે એનું એન્જિનિયિરંગ કેટલું અસ્ત-વ્યસ્ત હતું એનીવેધક કથાનું મંચન એટલે જ મીસ્ટર એપલ નામનું એક એવું દ્વિંઅંકી નાટક જે જોબ્સના વ્યક્તિત્વના આયામોને ખુલ્લા કરે છે.

રાજકોટની સાહિત્ય અને કલા ક્ષેત્રે અલગ ઓળખ બનાવવાના પ્રયાસરૂપે પ્રયોગશીલ કાર્યક્રમો રાજકોટ આંગણે લાવતી નવધા કલ્ચરલ ક્લબ ારા આયોજીત

મીસ્ટર એપલની ટિકિટ મેળવવા, ગ્રુપ બુકિંગ માટે તથા વર્ષભર આવા ઉત્કૃષ્ટ કાર્યક્રમો માણવા નવધા કલ્ચરલ ક્લબની મેમ્બરશીપ માટે 9081ર 44441 – 9081ર 4444ર પર સંપર્ક કરવો મીસ્ટર એપલનું ઓનલાઇન બુકીંગ બુક માય શો પર પણ ઉપલબ્ધ

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.