રાજકોટ વતી મેયર બીનાબેન આચાર્ય તથા મ્યુનિ.કમિશનર બંછાનિધી પાનીએ એવોર્ડ સ્વિકાર્યો
ડબલ્યુડબલ્યુએફના વન પ્લેનેટ સીટી ચેલેન્જ ૨૦૧૮માં રાજકોટ શહેરને નેશનલ કેપિટલ ઓફ ઈન્ડિયા જાહેર કરવામાં આવ્યું છે. યુ.એસ.એ.ના સેન્ફ્રાન્સિસ્કો શહેરમાં ગ્લોબલ કલાઈમેન્ટ એકશન સમિટ દરમ્યાન યોજાયેલા એવોર્ડ સેરેમનીમાં રાજકોટવતી મેયર તથા કમિશનરે એવોર્ડ સ્વિકાર્યો હતો. રાજકોટ સતત બીજી વખત નેશનલ વિનર ઓફ ઈન્ડિયા જાહેર થયેલ છે જે રાજકોટ માટે ગર્વની વાત છે.
વર્ષ ૨૦૧૭માં પણ રાજકોટ શહેર નેશનલ કેપિટલ ઓફ ઈન્ડિયા ૨૦૧૬ જાહેર થયેલ હતું. કલાઈમેન્ટ ચેન્જની દિશામાં રાજકોટ શહેર દ્વારા લેવાયેલ વિવિધ સસ્ટેનેબલ ઈનિશિયેટીવ દ્વારા અપનાવેલ કોમ્પ્રીહેન્સીવ એપ્રોચની ગ્લોબલ જુરી દ્વારા પ્રશંસા કરવામાં આવી હતી.
સ્વિસ એજન્સી ફોર ડેવલપમેન્ટ એન્ડ કોર્પોરેશન દ્વારા ફંડેડ ‘કેપેસીટીસ’ પ્રોજેકટ અંતર્ગત ‘કલાઈમેન્ટ રેસિલિયન્ટ સિટી એકશન પ્લાન’ બનાવેલ છે. જેમાં ગ્રીન હાઉસ ગેસ તથા એનર્જી ઈન્વેન્ટરી, વલ્નરેબિલીટી તથા રિસ્ક એસેસમેન્ટ અને વિવિધ કલાઈમેન્ટ ચેન્જ મેટિગેશન તથા એડેપ્ટેશન સ્ટ્રેટેજીનો સમાવેશ કરેલ છે.
વર્ષ ૨૦૧૭-૧૮ના વન પ્લેનેટ સિટી ચેલેન્જમાં ૨૩ રાષ્ટ્રોના ૧૩૨ શહેરોમાં ભાગ લીધો હતો. જેમાં ભારતમાંથી રાજકોટ સાથે કુલ બીજા ૧૦ શહેરોએ ભાગ લીધો હતો. આ તમામ શહેરોના વિવિધ ઈનિશિયેટીવનું મુલ્યાંકન કરી ઈન્ટરનેશનલ જયુરી દ્વારા ૨૨ શહેરોની વન પ્લેનેટ સિટી ચેલેન્જ ટાઈટલના નેશનલ વિનર તરીકે પસંદગી કરી છે. ભારતમાંથી રાજકોટ, પણજી તથા પૂણે શહેરો નેશનલ વિનરના ટાઈટલ માટે શોર્ટલિસ્ટ કરવામાં આવેલ જેમાં રાજકોટને નેશનલ કેપિટલ ઓફ ઈન્ડિયાનો ખિતાબ મળેલ છે. ઈન્ટરનેશનલ જુરી દ્વારા પૂણે શહેરે સસ્ટનેબલ મોબિલિટી પ્લાન બનાવવા માટે, વેસ્ટ મેનેજમેન્ટ તથા એનર્જી એફિશિયન્સીની દિશામાં લીધેલ પ્રયાસ બદલ સરાહના કરેલ. ગ્લોબલ જુરીમાં વિશ્ર્વમાંથી કુલ ૧૯ અર્બન સસ્ટેઈનેબિલિટી એકસપર્ટનો સમાવેશ કરેલ હતો. જેમણે વિવિધ દેશોમાંથી એક એક નેશનલ કેપિટલ સિલેકટ કરેલ છે તથા આ દરેક નેશનલ કેપિટલમાંથી એક ગ્લોબલ કેપિટલ સિલેકટ કરવામાં આવશે. તો વળી, રાજકોટ મહાનગરપાલિકાએ બીઆરટીએસ અને આરએમટીએસ બેટરી ઓપરેટેડ વ્હિકલ, તેમજ વેસ્ટ ટુ કમ્પોસ્ટ માટે હાથ ધરેલી કામગીરીની પણ સરાહના થઈ છે.
રાજકોટ શહેરે ફરી વખત વન પ્લેનેટ સીટી ચેલેન્જ ૨૦૧૭-૧૮માં ભારતનું નેશનલ કેપિટલ બનેલ છે તે ખુબ જ ગર્વની વાત છે. રાજકોટ મહાનગરપાલિકા એ જન ભાગીદારીથી વિવિધ ઈનોવેટિવ તથા સસ્ટેનેબલ ઈનિશિયેટીવનું અમલીકરણ કરેલ છે અને કરતુ રહેશે. અમને આશા છે કે ટ્રાન્સપોર્ટ, એનર્જી એફીસીયંસી તથા રીનયુએબલ એનર્જી જેવા વિવિધ સેકટરમાં આગળ વધવા વિવિધ નેશનલ તથા ઈન્ટરનેશનલ સંસ્થા જેમ કે ડબલ્યુડબલ્યુએફ. ઈકલી
સાઉથ એશિયા અને એસડીસીનો પુરતો સહયોગ મળી શકશે. મેયર તથા મ્યુનિસિપલ કમિશનરે જણાવ્યું હતું.
ભારતીય શહેરોને આ રીતે કલાઈમેન્ટ ચેન્જ તથા કલાઈમેન્ટ સંબંધિત ચેલેન્જની દિશામાં વિવિધ ઈનોશિયેટીવ લઈ આગળ વધી આગેવાની લઈ રહેલ જોઈ ખુબ જ પ્રોત્સાહન મળી રહેલ છે. આ સંદર્ભમાં રાજકોટના પ્રયત્નો પ્રશંસનીય છે અને બીજી વખત વન પ્લેનેટ સિટી ચેલેન્જમાં નેશનલ વિનર બનવા બદલ રાજકોટ શહેરને અભિનંદન આપીએ છીએ તેમ ડબલ્યુડબલ્યુએફ ઈન્ડિયાના સીઈઓ રવિ સિંઘે જણાવ્યું હતું.