અબતકની શુભેચ્છા મૂલાકાત દરમિયાન સાથીઓએ આપ્યુ વચન
દોલતસિંહભાઈ ચૌહાણ સ્વર્ગવાસ પામતા તેમનું બેસણું તા. 7/11 સોમવારે સાંજે 5 થી 6 ક્લાક રામેશ્વર મંદિર , રામેશ્વર ચોક , એરપોર્ટ રોડ , રાજકોટ ખાતે રાખેલ છે . તેમને શ્રધ્ધાંજલી અર્પણ કરતા જય માતાજી અબોલ જીવ માનવ સેવા કેન્દ્રનાં મળ્યો મીતલભાઇ ખેતાણી , ચંદુભાઈ ગોળવાળા, મનુભાઇ બલદેવ , પ્રવિણભાઈ ભટ , -પ્રદીપભાઈ બગડાઇ , મનુભાઈ કણસાગર , શકિતસિંહ ચૌહાણ, ચીરાગભાઇ ધામેચા , મહેશભાઈ જીવરાજાની , જનસિંહ વાઘેલા , વલ્લભભાઈ પટેલ, ચંદુભા બાપુ વગેરે દવારા ખાસ જણાવવામાં આવેલ છે કે દોલતસિંહભાઇને શ્રધ્ધાંજલી અર્પણ કરતા ગૌમાતાઓને 20 કીલો લાડવા ખવડાવવામાં આવે છે.
દોલસિંહભાઈ ચૌૈૈહાણ છેલ્લા 26 વર્ષોથી રેસકોર્ષ રીંગ રોક લાઇફ બીલ્ડીંગ પાસે દરરોજ સવારે વોકીંગ કરવા આવતા નગરજનો ને આરોગ્યવર્ધક ઉકાળા કરંજનું દાતણ , એક નવું જ સુવાકય તથા રામનામ મંત્ર લેખન પૌથી , ઓમ નમ: શિવાય મંત્ર લેખન પોથીનું નિ:શુલ્ક વિતરણ સેવા કરવામાં આવી રહી હતી, ભરઉનાળામાં કબૂતરો માટે કુંડા , ચકલીના માળા, કાંગ વગેરે પણ જીવદયાપ્રેમીઓને વિતરણ કરાતુ , કીડીઓ માટે કીડીયારૂ , ખીસકોલીઓને મકાઇનાં ડોડા તેમજ માછલીઓને લોટની ગોળી પણ સમયાંતરું વાર તહેવારે ખવડાવવામાં આવી રહી હતી. દ22ોજ નાં 250 કૂતરાઓને દૂધ તથા રોટલી તેમજ સવારે 60 લીટર જેટલું દૂધ તરાઓને પીવડાવવામાં આવી રહ્યું હતું. રાજકોટ શહેરને શ્ર્વાનપ્રેમી જીવદયાપ્રેમીદોલતસિંહભાઈ ચૌહાણ જીવદયાપ્રેમી શ્ર્વાનપ્રેમી, વ્યકિતનીહરંહંમેશ ખોટ સાલતી રહેશે.