બેન્ક ફકત ૮.૨૫ % હોમ લોન આપે છે જે ભારતમાં ઓછામાં ઓછો વ્યાજદર છે: નલિન વસા
રાજકોટ નાગરિક સહકારી બેન્ક લિ.ની કોઠારીયા રોડ શાખાનું ગ્રાહક મિલન બેન્કની હેડ ઓફિસ, ‘અરવિંદભાઇ મણીઆર નાગરિક સેવાલય’ ખાતે યોજાયેલ હતું. બેન્કનાં આ અદ્યતન અને સ્વીચલેસ ભવનની નિહાળી પરિવારજનો રોમાંચિત બન્યા હતા. સમારોહમાં સન્માનિત ખાતેદારોને તેમના સને જઇ બેન્કનાં પદાધિકારીઓએ સન્માનિત ર્ક્યા હતા.
ખાતેદારોમાં માવજીભાઇ જેઠવા, શૈલેષભાઇ વઘાસીયા, બંસીબેન વિસાવડીયા, અશ્ર્વીનભાઇ વણોલ, જયંતિલાલ પડીયા, કલ્પનાબેન મહેતા, વિજયસિંહ બારડ, જયદીપભાઇ સંતોકીને સ્મૃતિભેટ આપી સન્માનિત કરાયા હતા.
નલિનભાઇ વસાએ જણાવ્યું હતું કે, ‘બેન્કની આ નવી શાખા છે અને સ્વાભાવિક રીતે કદાચ પહેલી વખત મળવાનું યું છે. આપણે કઇ બેન્ક સો જોડાયા છીએ એ કદાચ ત્યાંની બ્રાંચ સાથેના સબંધ કે સંપર્કથી અનુભવ ન થાય એટલા માટે આ કાર્યક્રમ છે. આ ભવનને આખા ભારતમાં બે વખત એવોર્ડ મળેલ છે. શ્રેષ્ઠ ગ્રીન બિલ્ડીંગ અને બેસ્ટ કોર્પોરેટ ભવનનો એવોર્ડ મળેલો છે. આ ભવન સ્વીચલેસ છે.
નાના માણસની મોટી બેન્ક એ આ બેન્કનું સૂત્ર રહ્યું છે. બેન્ક ફક્ત ૮.૨૫ ટકાી હોમ લોન આપે છે જે સમગ્ર ભારતમાં લઘુતમ વ્યાજદર છે. બેન્ક દ્વારા છેલ્લા અઢી વર્ષથી ‘મન્ડે-નો કાર ડે’,એટલે કે દર સોમવારે બેન્કનાં કર્મચારી થી પદાધિકારી સુધી કોઇપણ બેન્કની કે પોતાની કારનો વપરાશ કરતાં નથી. સરકાર દ્વારા વિવિધ આવાસ યોજનાઓમાંથી ધિરાણ લેનારાઓ પૈકી મહત્તમ લાર્ભાથી આપણી બેન્કનાં છે.
બેટી વધાવો યોજનામાં દીકરીનાં જન્મનાં એક વર્ષની અંદર તેણીના નામે નિયત રકમની એફ.ડી. કે રિકરીંગ ખાતુ ખોલાવવામાં આવે તો બેન્ક શેર સભ્યપદ ઓફર કરે છે. આ દીકરી ૧૦ વર્ષની થાય એટલે તે રકમ તેના ખાતામાં જમા થાય છે. આવી જ રીતે માઇનોર બાળકોના બેન્ક ખાતા ખોલવાની પણ સુવિધા છે. તેઓ ચેકમાં સહી કરી ઉપાડ પણ કરી શકે છે. આ સુવિધાથી બાળકો બેન્કિંગ ગતિવિધિથી પરિચિત થશે.’
કિર્તીદાબેન જાદવે હાર્દિક આવકાર આપી પ્રાસંગિકમાં જણાવ્યું હતું કે, ‘તા. ૨૮-૮-૨૦૧૭નાં રોજ શરૂ થયેલી કોઠારીયા રોડ શાખા એક વર્ષ પૂર્ણ કરે છે. આ અદ્યતન ભવન ખાસ નિહાળશો.’ટપુભાઇ લીંબાસીયાએ જણાવ્યું હતું કે, ‘આપણી બેન્ક સામાજિક સેવાનાં કાર્યો કરી રહી છે. તેમાં, સૌરાષ્ટ્ર-કચ્છમાં એન્જીનીયરીંગનાં ભણતરની એકપણ કોલેજ નહોતી ત્યારે આપણી બેન્કે પહેલ કરી, માતબર દાન આપી વી.વી.પી. એન્જીનીયરીંગ કોલેજ શરૂ કરાવી.
ત્યારબાદ આર્કિટેક કોલેજ પણ શરૂ કરી. આવી જ રીતે રેસકોર્ષ-૨માં ‘અટલ’ સરોવર માટે રૂ. ૫૧ લાખનો આર્થિક સહયોગ આપ્યો છે.વિનોદ શર્માએ જણાવ્યું હતું કે, ‘સૌરાષ્ટ્ર-ક્ચ્છમાં બીસીબીએફની મંજુરી ફક્ત રાજકોટ નાગરિક સહકારી બેન્ક લિ.ને છે તે અંતર્ગત ૩૫ બીસીબીએફ કાર્યરત છે. ફક્ત ૫૯ સભાસદો અને રૂ. ૪,૮૯૦/-ની શેર મૂડી સાથે શરૂ થયેલી આપણી બેન્ક અત્યારે ૨,૭૯,૧૭૨ સભાસદો, રૂ. ૫૧.૨૨ કરોડની શેર મૂડી, રૂ. ૪,૧૨૭ કરોડની થાપણ, રૂ. ૨,૩૫૬ કરોડનું ધિરાણ અને રૂ. ૫૮૩ કરોડનું સ્વ-ભંડોળ ધરાવે છે.
આ સમારોહમાં નલિનભાઇ વસા, ટપુભાઇ લીંબાસીયા, કિર્તીદાબેન જાદવ, શૈલેષભાઇ ઠાકર, વિનોદ શર્મા, કોઠારીયા રોડ શાખા વિકાસ સમિતિમાંથી કલ્પેશભાઇ ગજ્જર, વિજયભાઇ કારીયા, ડો. એન. જે. મેઘાણી, હરેશભાઇ રાયચુરા, પ્રશાંતભાઇ જોશી, જયેશભાઇ ચાવડા, સરોજબેન પાપરા, યતીનભાઇ ગાંધી, ગીરિશભાઇ ભુત સહિતનાઓ તથા નાગરિક પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા.