૨૨માં નિ:શુલ્ક કેમ્પમાં ૪૭ જેટલા ક્રિકેટના કોચ, નામાંકિત ડોકટરોની માનદ સેવાઓ અને સ્ટેટ પેનલ અમ્પાયરો ઉપલબ્ધ
આખું વર્ષ અભ્યાસમાં મગ્ન બાળકોને વેકેશન પડે ને કંઇક નવું શીખવા અને શોખ પૂરો કરવા ઉત્સુકતા રહે છે. રાજકોટ નાગરિક સહકારી બેન્ક લિ. દ્વારા બાળકોને વેકેશનમાં વધુને વધુ ઉપયોગી બનવા, જ્ઞાન સો ગમ્મત અને રમતાં-રમતાં કારકિર્દીનું ઘડતર પણ ઇ જાય તેવા ઉમદા આશયી પ્રતિવર્ષની માફક સતત ‘૨૨’માં વર્ષે નિ:શુલ્ક ક્રિકેટ કોચીંગ કેમ્પનું આયોજન ચૌધરી હાઈસ્કૂલ મેદાન ખાતે કરવામાં આવ્યું છે.
કેમ્પમાં ભાગ લેવા માટેનું પ્રવેશ ફોર્મ વિતરણ અને સંપુર્ણ વિગત ભરીને પરત આપવા માટે, તા. ૮ ી ૧૨, સોમવારી શુક્રવાર, પાંચ દિવસ, વહેલો તે પહેલાના ધોરણે સવારે ૧૦ ી ૨ અને ૨.૩૦ ી ૫ દરમ્યાન બેન્કની રાજકોટની તમામ શાખાઓમાં વ્યવસ્થા છે.
ક્રિકેટ કોચીંગ કેમ્પમાં તાલીર્માીની તાલીમ તા. ૧૩ને શનિવારી શ‚ શે. સમય સવારે ૬.૧૫ી ૮નો રહેશે. અત્રે ખાસ ઉલ્લેખનીય છે કે અત્યાર સુધીમાં આ કેમ્પ દરમ્યાન ૩૫,૬૫૯ ભાવિ ક્રિકેટરોએ તાલીમ મેળવી છે.
આ અંગે બેન્કના ચેરમેન નલિનભાઇ વસા અને વાઇસ ચેરમેન જીવણભાઇ પટેલે જણાવ્યું હતું કે, ‘બેન્ક દ્વારા ફક્ત બેન્કિંગ જ નહિ પરંતુ સામાજીક ઉત્તરદાયીત્વ નિભાવી કાર્ય ાય છે અને આ કી રાજકોટ નાગરિક સહકારી બેન્ક લિ.એ એક આગવી ઓળખ પ્રસપિત કરી છે. કેમ્પનું આયોજન ભાવિ ક્રિકેટરો માટે મનભાવતા સમાચાર બની રહે છે. કોઇપણ સામાજીક કાર્ય હોય તેમાં બેન્કનું યોગદાન હંમેશા હોય છે. આજી ૨૧ વર્ષ પહેલા આ કેમ્પમાં ભાગ લીધેલ બાળક આજે સફળતમ ક્રિકેટર બની સામે આવે છે ત્યારે અવર્ણનીય આનંદ મળે છે.’ આ કેમ્પમાં ૪ ી ૧૬ વર્ષના બાળકો (બોયઝ એન્ડ ગર્લ્સ)ને ઘનિષ્ઠ તાલીમ આપવામાં આવશે. સાોસા આશરે ૪૭ જેટલા ક્રિકેટના કોચ-નામાંકિત ડોકટરોની માનદ સેવા, સ્ટેટ પેનલ અમ્પાયરોની પેનલ અને તજજ્ઞો ટેકનીકલ-ફિઝીકલ તાલીમ આપશે. કેમ્પના વિશાળ આયોજનને સફળ બનાવવા બેન્કના ચેરમેન નલિનભાઇ વસા, વાઇસ ચેરમેન જીવણભાઇ પટેલ, ડિરેકટર જ્યોતિન્દ્રભાઇ મહેતા, ડિરેકટર – પ્રોજેક્ટ ચેરમેન સીએ. ગીરીશભાઇ દેવળીયાની આગેવાની હેઠળ કોચ અને ફીલ્ડ ઇન્ચાર્જ કૌશિકભાઇ અઢીયા, વહીવટી ઇન્ચાર્જ હરીશભાઇ શાહ અને કિરીટભાઇ કાનાબાર, સંયોજક નિલેશભાઇ શાહ અને ઉમેદભાઇ જાની સહિતના જહેમત ઉઠાવી રહ્યા છે.