ગુજરાતમાં રાજકોટ નગર પ્રા.શિક્ષણ સમિતિ પ્રથમ: ૭૫૬૫ છાત્રો ખાનગી શાળામાંથી સરકારી શાળામાં લીધો પ્રવેશ
રાજકોટ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સમગ્ર ગુજરાતમાં ખાનગી શાળાનાં બાળકોને સરકારી શાળામાં પ્રવેશ આપવા સંદર્ભે સમગ્ર ગુજરાતમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે. અમદાવાદ, સુરત, રાજકોટ, ભાવનગરને મંત્રી ભુપેન્દ્રસિંહના હસ્તે પ્રતિબઘ્ધતા સન્માન સમારોહમાં સન્માનીત કરાયા હતા.
શિક્ષણ સમિતિ ચેરમેન નરેન્દ્રસિંહ ઠાકુર, સદસ્ય જગદીશ ભોજાણી, મુકેશભાઈ મહેતા તથા શાસનાધિકારી દેવદતભાઈ પંડયાનું મંત્રીએ સન્માન કરીને શિલ્ડ મોમેન્ટો અર્પણ કર્યા હતા. છેલ્લા ત્રણ વર્ષથી વિવિધ કાર્યો પ્રોજેકટ સરકારી શાળાનું સ્તર સુધરતા નગરજનો પોતાના સંતાનો ખાનગીમાંથી ઉઠાડીને સરકારીમાં પ્રવેશ લેવા લાગ્યા છે.