- સતત ટ્રાફિકથી ઘમઘમતા વિસ્તારમાં એન્ડઓવર કાર હિન્દી ફિલ્મના વિલનની જેમ ચલાવી પાચ એક્ટિવા કચડી નાખતા: એક ગંભીર
- બેકાબૂ કાર પીજીવીસીએલના સબસ્ટેશન સાથે અથડાતા વીજ કંપનીને રૂ.1.50 લાખનું નુકસાન
રાજકોટના ટ્રાફિકથી ઘમઘમતા વિસ્તાર એવા પંચનાથ મેઈનરોડ પર બીલખાના નશાખોર નબીરાએ અકસ્માતની હારમાળા સર્જી હતી. જેમાં નસાની હાલતમાં હિન્દી ફિલ્મના વિલનની જેમ જીજે -25- એએ- 9801 નંબરની એન્ડઓવર કાર લઈને નીકળેલા શખ્સે પાચ એક્ટિવાને કચડી નાખતા હતા જ્યારે અકસ્માતમાં એક યુવાનને ઇજા થતાં તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યારે નશાખોર કાર ચાલકને ઇજા થતાં તેને પણ સારવારમાં ખસેડાયો છે. બેકાબૂ કાર પીજીવીસીએલના સબસ્ટેશન સાથે અથડાતા વીજ કંપનીને રૂ.1.50 લાખનું નુકસાન થયું છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ શહેરના હરિહર ચોક વિસ્તાર એટલે કે ખૂબ જ ગીચતાભર્યા આ વિસ્તારમાં બપોર પછી 4:40 વાગ્યે એન્ડેવર કાર નં. જીજે-25-એએ-9801 પૂરપાટ ઝડપે નિકળેલા બિલખાના યુવરાજ અશોક ગોવાળિયા નામનો શખ્સે લીમડા ચોકથી હરિહર ચોક તરફ જઈ રહ્યો હતો. આ દરમિયાન ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા કાર વીજપોલ સાથે ધડાકાભેર અથડાઇ હતી. જેમાં પાચ ટુ-વ્હિલરનો કચ્ચરઘાણ નીકળી ગયો છે. તેમજ કાર થાંભલા પર ચડી ગઈ હોય તેવા દૃશ્યો સામે આવ્યા છે.
અકસ્માત સર્જાતાની સાથે ટ્રાફિકજામના દૃશ્યો સામે આવ્યા હતા. બાદમાં પોલીસને જાણ થતા પોલીસ તથા ફાયર વિભાગ અને 108ની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. જેમાં કાર ચાલક સહિત બે વ્યક્તિ ઇજાગ્રસ્ત થતા તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. પોલીસે ટ્રાફિક ક્લિયર કરાવી કાર્યવાહી હાથ ધરી હતી. ઉલ્લેખનીય છે કે, કાર ચાલક કેફી પદાર્થ પી નશામાં હોવાની ચર્ચા પણ આસપાસના લોકોમાં ઉઠી હતી.
ટ્રાફિક થી ભરચક એવા પંચનાથ મેઇન રોડ પર હિન્દી ફિલ્મના વિલનની જેમ નિકળેલા યુવરાજ નામના નબીરાએ અકમાતની હારમાળા સર્જી હતી. આ અકસ્માત નજરે નિહાળનારા શહેરીજનોએ જણાવ્યું હતું કે એન્ડઓવર કારનો ચાલક યુવરાજ જ્યાં વાહન 40ની સ્પીડ પર ચાલવું પણ મુશ્કેલ છે ત્યાં આ શખ્સ લક્ઝ્યુરિસ કાર 100થી પણ વધુની ગતિએ ચલાવતો હતો. સદનસીબ કે તે સમયે રોડ પર વાહનોની અવરજવર ખૂબ ઓછી હતી જેના કારણે જાનહાનિ તડી હતી. પોલીસે બીલખાના નબીરા યુવરાજ ગોવડિયાને દબોચી લઈ સારવાર માટે સિવિલમાં ખસેડી આગળની કાર્યવાહી હાથધરી છે.