પ્રથમ તબકકાના મતદાનનું જાહેરનામું પ્રસિઘ્ધ થયાના ત્રણ દિવસ બાદ માત્ર એક જ ફોર્મ ભરાયું: ભાજપના ઉમેદવારો જાહેર થયા બાદ ગરમાવો આવશે

ગુજરાત વિધાનસભાની આગામી ચુંટણીમાં પ્રથમ તબકકામાં 1 ડિસેમ્બરના રોજ સૌરાષ્ટ્ર-કચ્છની 54 સહિત 89 બેઠકો માટે મતદાન થવાનું છે. ગત શનિવારથી ચુંટણીનું જાહેરનામું પ્રસિઘ્ધ થતાની સાથે જ ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયાનો આરંભ થઇ ચૂકયો છે. ઉમેદવારી ફોર્મ ઉપાડવા માટે મુરતિયાઓમાં ભારે ઘસારો જોવા મળી રહ્યો છે. પરંતુ નામાંકન દાખલ કરવામાં હજી આળસ જોવા મળી રહ્યા છે. સૌરાષ્ટ્રની 48 બેઠકો માટે પ00 જેટલા ફોર્મ ઉપડયા છે. પરંતુ માત્ર એક ફોર્મ  ભરાય ને પરત આવ્યું છે.

સત્તાધારી પક્ષ ભાજપ દ્વારા રાજયની 18ર બેઠકો પૈકી એકપણ સીટ માટે ઉમેદવારના નામની ધોષણા કરવામાં આવી નથી. જયારે આમ આદમી પાર્ટી દ્વારા 151 બેઠકો માટે ઉમેદવારો જાહેર કરી દેવામાં આવ્યા છે. કોંગ્રેસ દ્વારા પ્રથમ યાદીમાં 43 ઉમેદવારોના નામ જાહેર કરી દેવામાં આવ્યા છે. કમળના પ્રતિક પરથી ચુંટણી લડવા માટે જે કાર્યકરો- આગેવાનો એ દાવેદારી કરી છે. તેઓ હાલ ભાજપની યાદી જાહેર કરવાની વાટમાં વંડી પર બેઠા છે. જો પોતાના નામની જાહેરાત કરવામાં આવે તો વંડી પર બેઠેલા નેતાઓ અપક્ષ ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતરશે તે નિશ્ર્ચીત મનાય રહ્યું છે.

ભાજપના ઉમેદવારોના નામ જાહેર થયા બાદ રાજકીય ગરમાવો આવી જશે. માન્ય રાજકીય પાર્ટીના સત્તાવાર ઉમેદવારોના પંરપરાગત મતો તોડવા માટે ટિકીટ વાચ્છુંઓ અપક્ષ ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતરશે અને ભાજપ, કોંગ્રેસ અને આપના ઉમેદવારોને દબાવવાના પ્રયાસ કરશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.