મોરબીમાં શનાળા રોડ પર ગુજરાત હાઉસિંગ બોર્ડમાં રહેતા વિજય કાંતીલાલ કોટક (ઉ.વ.58) ને સાતેક દિવસ પહેલા રાજકોટનાં શખ્સ ધારીયાના ઘા ઝીંકી દેતા ગંભીર હાલતમાં સિવિલમાં ખસેડાયા હતાં. જયાં આજે તેનું મૃત્યુ નિપજતા બનાવ હત્યામાં પલટાયો છે. ફરીયાદપરથી ઈકબાલ મકરાણી (રહે. રાજકોટ) સામે હત્યાના પ્રયાસનો ગુનો દાખલ કરી ધરપકડ કરીહતી. દરમિયાન આજેગંભીર રીતે ઘાયલ વિજયભાઈનું રાજકોટમાં મૃત્યુ નિપજતા એ.ડીવીઝન પોલીસે રાજકોટ આવી જરૂરી કાર્યવાહી કરી હત્યાની કલમનો ઉમેરો કરવા તજવીજ શરૂ કરી છે. બનાવની પોલીસ સુત્રોમાંથી મળતી વિગત મુજબ, ગુજરાત હાઉસિંગ બોર્ડનાં કવાર્ટરમાં રહેતાં વિજય કોટકને આરોપી ઈકબાલની પત્ની નસીમ સાથે પ્રેમસંબંધ હોય જેથી નસીમ અવાર નવાર તેના ઘરે જતી હતી.
આ અંગે આરોપીને જાણ થતા સારૂ નહી લાગતા ખારરાખી ગઈ તા. 4નાં આરોપી લોખંડના ધારીયા સાથે વિજયભાઈના ઘરે ધસી ગયો હતો. જયાં ગાળો દઈ ધારીયા વડે હુમલો કરી વિજયભાઈની હત્યાનો પ્રયાસ કર્યો હતો. આ ઘટનામાં છોડાવવા વચ્ચે પડેલા નસીમને પણ આરોપીએ ધારીયાના ઘા ઝીંકી દીધો હતો. બીજી તરફ હુમલામાં ગંભીર રીતે ઘાયલ વિજયભાઈને મો2બી બાદ રાજકોટની સિવિલમાં સારવાર માટે ખસેડાયા હતાં. જયાં આજે તેનું મૃત્યુ નિપજતા બનાવ હત્યામાં પલ્ટાયો હતો.