હોટેલ, બાંધકામ સાઇટ, હોસ્પિટલ, હોસ્ટેલ, ઇન્ડસ્ટ્રીઝ સહિતના સ્થળોએ મચ્છરોના પોરા મળી આવ્યા: રૂ.77,100નો દંડ વસૂલાયો
મેલેરિયા, ડેન્ગ્યૂ અને ચીકનગુનિયા સહિતના રોગચાળાએ શહેરમાં હાહાકાર મચાવ્યો છે. ત્યારે મચ્છરજન્ય રોગચાળાને કાબૂમાં લેવા માટે કોર્પોરેશનની આરોગ્ય શાખાની ટીમ શહેરભરમાં મચ્છરો શોધવા માટે નીકળી હતી. છેલ્લા ત્રણ દિવસ દરમિયાન અલગ-અલગ 66 સ્થળે મચ્છરોની ઉત્પતિ અંગે ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. હોટેલ, બાંધકામ સાઇટ, હોસ્પિટલ, હોસ્ટેલ, ઇન્ડસ્ટ્રીઝ સહિતના સ્થળોએ મચ્છરોના લારવા મળી આવતા 27 આસામીઓને નોટિસ આપવામાં આવી હતી અને રૂ.77,100નો દંડ વસૂલ કરવામાં આવ્યો છે.
શહેરમાં રહેણાંક મકાન, દુકાન, એપાર્ટમેન્ટ, કોમર્શિયલ કોમ્પ્લેક્સ, ઔદ્યોગીક એકમો સહિતના વિસ્તારોમાં જો મચ્છરોની ઉત્પતિ જોવા મળે તો તેની જવાબદારી જગ્યાના માલીક અથવા ત્યાં વસવાટ કરતા લોકોની રહે છે. ચેકીંગ દરમિયાન મચ્છરોની ઉત્પતિ જણાઇ તો કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવે છે. છેલ્લા ત્રણ દિવસ દરમિયાન અલગ-અલગ 66 સ્થળોએ ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું.
જે અંતર્ગત જેએમસી હોટેલ, હોટેલ હીલ સ્ટેશન, હોટેલ સીટી ઇન, પરિશ્રમ હોટેલ, હોટેલ ક્લાસીક, જલારામ હોસ્પિટલ, બેબી વિંગ્સ હોસ્પિટલ, ગીરીરાજ હોસ્પિટલ ઉપરાંત આર્થિક ભવન, કેપી ઇન્ડસ્ટ્રીઝ ઝોન, હરિઓમ ઇન્ડસ્ટ્રીઝ, વૃંદાવન બંગ્લોઝ, રામેશ્ર્વર રોયલ બાંધકામ સાઇટ, માધવ ટેક્સ ટાઇલ, યુકે સેન્ટર, કર્માશસ્કાય, શ્યામવન, શેફરોન, ક્રિષ્ના હોસ્પિટલ, શ્યામ બંગ્લોઝ, રામસ ફૂડ, ઓરબિટ પ્લાઝા, લેઉવા પટેલ ગર્લ્સ હોસ્ટેલ, પર્લ રેવન્યૂ, યુનીટી પ્લસ, પરફેક્ટ ટ્રૂ વેલ્યૂ, ક્રિષ્ના આઇસ્ક્રીમ, ઇઝી બેકરી, પરમેશ્ર્વર ઇન્ડસ્ટ્રીઝ, ઇગલ સ્ક્રેપ, મલેક સ્ક્રેપ, ચૌધરી પાર્લસ, ભૂમિકા વિદ્યાલય, સિલ્વર એપાર્ટમેન્ટ, આઇકોનિક લાઇફ સ્ટાઇલ, વિનાયક મંડપ સર્વિસ, પ્રભુ હાઇટ્સ, જયહિન્દ મદ્રાસ કાફે, અમૃત ડેરી, પટેલ ડાઇનિંગ હોલ, ઇગલ ઓટો, ઓમ એપાર્ટમેન્ટ, રાધે એપાર્ટમેન્ટ, શ્રીરામ હાર્ડવેર અને હોટેલ હરિઓમમાંથી મચ્છરની ઉત્પતિ જણાતા નોટિસ ફટકારી દંડ વસૂલ કરવામાં આવ્યો હતો.