રાજ્ય સરકારના પારદર્શક, સંવેદનશીલ વહીવટીતંત્રને પ્રજાલક્ષી બનાવવાના હેતુથી નાગરિકોની વ્યક્તિગત રજુઆતોનો તેમજ રાજ્ય સરકારની તથા રાજકોટ મહાનગરપાલિકાની યોજનાઓ સંબધિત પર્શ્નો સ્થળ ઉપર જ નિકાલ થાય તે માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વોર્ડ નં-૦૯માં રાજ પેલેસ સામેનું ગ્રાઉન્ડ ખાતે, વોર્ડ નં.૦૭માં શાળા નં.૨૮, ભક્તિનગર ૬,૧૨ના ખૂણે, ગોંડલ રોડ ખાતે, તેમજ વોર્ડ નં.૦૬માં મહારાણાપ્રતાપ કોમ્યુનિટી હોલ, રાજારામનગર, કનકનગર પાસે, સંતકબીર રોડ ખાતે ચોથા તબક્કાનો સેવાસેતુ કાર્યક્રમ યોજાયો હતો.
વોર્ડ નં.૦૯માં રાજ પેલેસ સામેનું ગ્રાઉન્ડ ખાતે સેવાસેતુ કાર્યક્રમ યોજાયો. આ પ્રસંગે મેયર બિનાબેન આચાર્ય, રાજકોટ શહેર ભાજપ મહિલા મોરચાના પ્રભારી અંજલીબેન રૂપાણી, રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મીરાણી, પુર્વ ધારાસભ્ય ભાનુબેન બાબરિયા, પૂર્વ સ્ટેન્ડિંગ ચેરમેન પુષ્કરભાઇ પટેલ, રાજકોટ શહેર ભાજપ મંત્રી વિક્રમભાઈ પૂજારા, શહેર મહિલા મોરચા મંત્રી દક્ષાબેન વસાણી, શહેર ભાજપ યુવા મોરચા મંત્રી કુલદીપસિંહ જાડેજા, કોર્પોરેટર રૂપાબેન શીલુ, શિલ્પાબેન જાવિયા, પ્રભારી ડૉ. ગિરીશભાઈ ભીમાણી, પ્રમુખ જયસુખભાઈ કાથરોટીયા, મહામંત્રી કમલેશભાઈ શર્મા, આશિષભાઈ ભટ્ટ વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.
વોર્ડ નં.૦૭માં શાળા નં.૨૮, ભક્તિનગર ૬,૧૨ના ખૂણે, ગોંડલ રોડ ખાતે સેવાસેતુ કાર્યક્રમ યોજાયો. આ પ્રસંગે ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ, શાસક પક્ષ દંડક અજયભાઈ પરમાર, રાજકોટ શહેર ભાજપ મહામંત્રી દેવાંગભાઈ માંકડ, મીનાબેન પારેખ, પ્રમુખ જીતુભાઈ સેલારા, મહામંત્રી રમેશભાઈ પંડયા, કિરીટભાઈ ગોહેલ, અનિલભાઈ પારેખ, સુનીતાબેન પારેખ, જયેન્દ્રભાઈ ગોહેલ, રાજેન્દ્રભાઈ ત્રિવેદી, વિજયભાઈ ચૌહાણ, ભાનુબેન લીંબડ, ચંદ્રેશભાઈ પરમાર, ભાવિનભાઈ ગોટેચા, કિરીટભાઈ કામલીયા, નિકુંજભાઈ, કાળુભાઈ, સંદીપભાઈ ડોડીયા, રાહુલભાઈ દવે, ઈશ્વરભાઈ જીતીયા, હિરેનભાઈ જાગાણી, જુમાનાબેન, જ્યોત્સનાબેન, જ્યોતિબેન, દક્ષાબેન શાહ, ઉન્ન્તીબેન ચાવડા, અનિલભાઈ લીંબડ, સુરેશભાઈ સિંઘવ, મહેશભાઈ કપાસી, મેહબુબભાઈ અજમેરી, અશોકભાઈ સામાની, મયંકભાઈ પાઉં, કૌશિકભાઈ ચાવડા, દિનેશભાઈ સોલંકી, વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.
વોર્ડ નં.૦૬માં મહારાણાપ્રતાપ કોમ્યુનિટી હોલ, રાજારામનગર, કનકનગર પાસે, સંતકબીર રોડ ખાતે સેવાસેતુ કાર્યક્રમ યોજાયો. આ પ્રસંગે ધારાસભ્ય અરવિંદભાઈ રૈયાણી, ડેપ્યુટી મેયર અશ્વિનભાઈ મોલીયા, શાસક પક્ષ નેતા દલસુખભાઈ જાગાણી, રાજકોટ શહેર ભાજપ મહામંત્રી કિશોરભાઈ રાઠોડ, કોર્પોરેટર દેવુબેન જાદવ, સજુબેન કાળોતરા, મુકેશભાઈ રાદડીયા, પ્રભારી પરેશભાઈ પીપળીયા, પ્રમુખ ઘનશ્યામભાઇ કુંગશીયા, દુષ્યંતભાઈ સંપટ, રાજકોટ શહેર ભાજપ મહિલા મોરચા પ્રમુખ નયનાબેન પેઢડીયા, યુવા ભાજપ મહામંત્રી પરેશભાઈ પીપળીયા, ભાવેશભાઈ દેથરીયા, વાઈસ ચેરમેન નટુભાઈ મકવાણા, સુખદેવભાઈ ડોડીયા, હિતુભા રાણા, કિન્નરીબેન ચૌહાણ, કોમલબેન ખીરા, હેતલબેન પાટડિયા, મનીષાબેન માલકીય, પરાગભાઈ મેતા, તેજસભાઈ ચૌહાણ, મનોજભાઈ ગરૈયા, પિન્ટુભાઈ રાઠોડ, પ્રેમજીભાઈ ચૌહાણ, દેવાંગભાઈ કુંકાવા, દેવજીભાઈ જસાણી, હરેશગીરી ગૌસ્વામી, સની સોનેજી, મનસુખભાઈ જાદવ, મિલનભાઈ લીંબાસીયા, મગનભાઈ સોલંકી, હરેશભાઈ ધંધુકિયા, ધર્મેશભાઈ કરેઠા, નરેશભાઈ પ્રજાપતિ, જીતુભાઈ ઝાપડીયા, હરેશભાઈ ટુંડીયા, નિકુંજભાઈ પરમાર, વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.
વોર્ડ નં.૦૯માં કુલ ૬૭૬ અરજીઓ આવેલ. વોર્ડ નં.૦૭માં કુલ ૬૯૧ અરજીઓ આવેલ. વોર્ડ નં.૦૬માં કુલ ૭૮૩ અરજીઓ આવેલ. આ તમામ અરજીઓનો નિકાલ કરવામાં આવેલ. જેમાં મુખ્યત્વે આધાર કાર્ડ, જાતિ પ્રમાણપત્ર, વરિષ્ઠ નાગરિક પ્રમાણ પત્ર, વાત્સલ્ય કાર્ડ, કાનૂની સહાય, જનધન યોજના આવકના દાખલાઓ, રાશનકાર્ડમાં સુધારાઓ, ઉજવલા યોજના હેઠળ એલ.ઈ.ડી. બલ્બ વિતરણ વિગેરે યોજનાઓ અંતર્ગત લાભ લાભાર્થીઓને આપવામાં આવેલ.