એંપીસીઆઈ દ્વારા પ્રમાણિત તમામ વેબસાઈટ અને વોલેટ પરથી મહાનગરપાલિકાનો મિલકત વેરો સરળતાથી ભરી શકાશે.

મિલકત વેરો હવે પેટીએમ,ફોન પે,ગુગલ પે, એમેઝોન પે વોલેટ દ્રારા  ભરી શકાશે

કોર્પોરેશન દ્વારા ભારત બીલ પે સાથે ઈન્ટીગ્રેશન કરાયું

કોર્પોરેશન  દ્વારા શહેરીજનોને મકાનવેરો ઓનલાઈન ભરવા માટે મહાપાલિકાની વેબસાઈટ તેમજ મોબાઈલ એપ મારફતે સુવિધા આપવામાં આવે છે.  હાલમાં કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને તેમજ લોકોને વધારે મિલકતવેરો વધારે સરળતાથી ભરી શકે તે હેતુથી  મહાપાલિકા દ્વારા ભારત બીલ પે સાથે ઈન્ટીગ્રેશન કરવામાં આવ્યુ છે. ભારત બીલ પે એ ભારત સરકારના નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઈન્ડીયા દ્વારા સંચાલિત ઓનલાઈન બિલ પેમેન્ટ સુવિધા છે કે જેના અંતર્ગત લોકો પોતાનું બિલ સરળતાથી ઓનલાઈન ભરી શકે છે.

આ કરાર અંતર્ગત હાલમાં લોકપ્રિય એવા PayTM, Phone Pay, Google Pay, Amazon Pay જેવા Popular વોલેટ દ્વારા પણ લોકો મિલકત વેરો ભરી શકાશે.

આ માટે લોકોએ પોતાના મનપસંદ Payment Wallet માં જવાનું રહેશે તેમાં મ્યુનિસિપલ ટેક્ષ ઓપ્શનમાં જઈ રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન સિલેક્ટ કરવાનું રહેશે ત્યાર બાદ પોતાનો નવો પ્રોપર્ટી નંબર દાખલ કરવાનો રહેશે. દા.ત. જો કોઈ નો નવો મિલકત નંબર ૧૧૧૦/૦૦૦૧/૦૪૫ હોય તો તેમને ૧૧૧૦૦૦૦૧૦૪૫ એ રીતે મિલકત વેરા નંબર (CA નંબર)  એન્ટર કરવાનો રહેશે. ત્યાર બાદ બીલ View ઓપ્શન ની મદદથી વેરાની બાકી ભરવાની રકમ જાણી શકાશે તેમજ Pay Now પરથી પેમેન્ટ કરી શકાશે.

આ પ્રકારે લોકો NPCI દ્વારા પ્રમાણિત તમામ વેબસાઈટ, વોલેટ વગેરે પરથી મહાનગરપાલિકા નો મિલકત વેરો સરળતાથી ભરી શકાશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.