અબતક,રાજકોટ
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રાજકોટ શહેરને સ્માર્ટ સિટી અંતર્ગત સુંદર, રળિયામણું બનાવવા તથા ટ્રાફિક મૂવમેન્ટ સરળ થાય તથા રાહદારીઓને થતી મુશ્કેલીઓના નિવારણ માટે શહેરમાં આવેલ મુખ્ય 48 માર્ગો પર વન વીક, વન રોડ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. જેમાં આજ વેસ્ટ ઝોનમાં સાધુ વાસવાણી મેઈન રોડ ખાતે અલગ અલગ શાખા દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં ફૂટપાથ અને રોડ સમારકામ, હંગામી ધોરણે અનઅધિકૃત દબાણ હટાવવું, ગેરકાયદેસર દબાણ પર ડિમોલીશનની કામગીરી, રોડનું સ્ટ્રક્ચર સરખું કરવું, ફૂડ શાખા દ્વારા ચકાસણી, નડતરરૂપ ઝાડને ટ્રીમીંગ કરવું, વેરા વસુલાત શાખા દ્વારા સ્થળ પર જ ટેક્સ વસુલાત કરવી, સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા દ્વારા જાહેરમાં કચરો ફેલાવતા / કચરાપેટી ન રાખતા / પ્રતિબંધિત પ્લાસ્ટીકનો વપરાશ કરતા આસામીઓ સામે દંડની કાર્યવાહી કરેલ અને રોડ સારો દેખાય તે પ્રકારે કામગીરી કરવામાં આવે છે.
વન વીક વન રોડ અંતર્ગત શહેરના વેસ્ટ ઝોન વિસ્તારના સાધુવાસવાણી મેઈન રોડ પરનાં પાર્કિંગ તથામાર્જીનમાં થયેલ દબાણો, ગેરકાયદેસર બાંધકામ દૂર કરવા ડિમોલીશન હાથ ધરવામાં આવ્યું હતુ જે અન્વયે 13 સ્થળોએ થયેલ છાપરાનું દબાણ કરવામા આવેલ જયારે એક જગ્યા જાળી દૂર કરાઈ એક જગ્યાપર ચબૂતરો દૂર કરાયો હતો.વન વીક વન રોડ અંતર્ગત રાજકોટ મહાનગરપાલિકાના સાધુવાસવાણી મેઇન રોડ વિસ્તારમાં આવેલ ખાણી-પીણીના ધંધાર્થિઓની ચકાસણી હાથ ધરવામાં આવેલ. જેમાં કુલ 38 ફુડ બિઝનેસ ઓપરેટરની ચકાસણી કરવામાં આવેલ. ચકાસણી દરમ્યાન વાસી પ્રિપેર્ડ ફૂડ સબ્જી, મંચુંરિયન, ચટણી, વાસી કાપેલ બાફેલ શાકભાજી, બાંધેલો વાસી લોટ, નુડલ્સ, ગ્રેવી, ચટણી મળી અંદાજે કુલ 53 સલ અખાધ વાસી ખોરાકનો નાશ કરેલ તથા 13 પેઢીને લાયસન્સ બાબતે નોટીસ આપવામાં આવી હતી.
ફુડ સેફ્ટી સ્ટાન્ડર્ડ એક્ટ-2006 મુજબ 2 નમૂના લેવામાં આવેલ જેમાં (1)કાજુ અંજીર મિલ્ક શેક (લુઝ): સ્થળ- મેજીક મોમેન્ટસ (સંતુસ્ટી શેક્સ મોર) સાધુવાસવાણી મેઇન રોડ (2) મિક્સ દૂધ (લુઝ): સ્થળ- ગંગોત્રી ડેરી ફાર્મ આઇસક્રીમ – સાધુવાસવાણી મેઇન રોડ પર નમૂના લેવામાં આવ્યા.જયારે સાધુવાસવાણી મેઈન રોડ પર જાહેરમાં કચરો ફેકનાર / ગંદકી કરવા સબબ કુલ 13 આસામીઓ પાસેથી રૂ. 3,200/-, પ્રતિબંધિત પ્લાસ્ટિક રાખવા / ઉપયોગ કરવા સબબ કુલ 17 આસામીઓ પાસેથી રૂ. 8,500/-નો વહીવટી ચાર્જ વસુલવામાં આવેલ, આમ, કુલ 30 આસામીઓ પાસેથી રૂ. 11,700/-નો વહીવટી ચાર્જ વસુલ કરવામાં આવ્યો હતો.