સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ઉદયભાઈ કાનગડ, મ્યુનિસિપલ કમિશનર ઉદિત અગ્રવાલ અને સમાજ કલ્યાણ સમિતિ ચેરમેન આશિષભાઈ વાગડિયા એક સંયુક્ત યાદીમાં જણાવે છે કે, રાજકોટ મહાનગરપાલિકા દ્વારા દર વર્ષે શુભ દીપાવલિ પર્વ પ્રસંગે આતશબાજીનું આયોજન કરવામાં આવે છે. તે પરંપરા મુજબ ચાલુ વર્ષે પણ તા.૨૬/૧૦/૨૦૧૯ને શનિવારના રોજ સાંજના ૦૭:૦૦ કલાકે માધવરાવ સિંધિયા ક્રિકેટ સ્ટેડીયમ ખાતે માન.મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીની ઉપસ્થિતિમાં ભવ્ય આતશબાજી યોજાશે. જેનું ઉદઘાટન સાંસદ મોહનભાઈ કુંડારિયાના વરદ હસ્તે થશે. આ કાર્યક્રમ મેયર બિનાબેન આચાર્યના અધ્યક્ષ સ્થાને યોજાશે.
આ પ્રસંગે રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મીરાણી, ગુજરાત મ્યુનિ. ફાઈ. બોર્ડ ચેરમેન ધનસુખભાઇ ભંડેરી, શહેર ભાજપ પ્રદેશ અગ્રણી નીતિનભાઈ ભારદ્વાજ, રાજકોટ શહેર ભાજપ મહિલા મોરચા પ્રભારી અંજલીબેન રૂપાણી, ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ, અરવિંદભાઈ રૈયાણી, લાખાભાઈ સાગઠીયા, રાજકોટ શહેર ભાજપ મહિલા મોરચા પ્રભારી અંજલીબેન રૂપાણી, ભીખાભાઈ વસોયા, અનુસૂચિત જાતિ મોરચા રાષ્ટ્રીય મંત્રી ભાનુબેન બાબરીયા, ડેપ્યુટી મેયર અશ્વિનભાઈ મોલીયા, રાજકોટ શહેર ભાજપ મહામંત્રી દેવાંગભાઈ માંકડ, જીતુભાઈ કોઠારી, કિશોરભાઈ રાઠોડ, શાસક પક્ષ નેતા દલસુખભાઈ જાગાણી, વિપક્ષ નેતા વશરામભાઈ સાગઠીયા, શાસક પક્ષ દંડક અજયભાઈ પરમાર વિગેરે ઉપસ્થિત રહેશે.
આ આતશબાજીમાં રાફેલ પ્લેન, હેપી દિવાળી નામ બોર્ડ, સુર્યમુખી, અશોક ચક્ર, ગોલ્ડન સ્ટાર, રંગીન ખજૂરી, ઇલેક્ટ્રિક ખજૂરી, પામ ટ્રી, નાયગ્રા ધોધ, માઈન્સ, કોમેટ, જુદી જુદી ડીઝાઈન અને કલર્સના સ્કાય શોટ, ૨૪૦ મલ્ટી કલર શોટ, ૧૦૦ શોટ કેક્નીંગ, ૧૦૦ શોટ વિસલીંગ, મ્યુઝિક શોટ, વિગેરે અવનવી ડીઝાઇનના ફટાકડાઓ ફોડી આતશબાજી કરવામાં આવશે. અંતમાં, પદાધિકારીઓએ ધનતેરસના શુભદિને યોજાનાર આ ભવ્ય આતશબાજી માણવા શહેરીજનોને નિમંત્રણ પાઠવેલ છે.