મ્યુનિશિપલ કમિશ્નર, મેયર તથા પદાધિકારીઓએ શુભેચ્છા પાઠવી
રાજકોટ મહાનગરપાલિકાના અધિકારીઓ અને પદાધિકારીઓએ ઉત્સાહ અને ઉમંગ સાથે નવા વર્ષને આવકાર્યું હતું. માન. મેયરશ્રી ડો. પ્રદીપ ડવ અધ્યક્ષ સ્થાને સેન્ટ્રલ ઝોન ખાતે સવારે 11:00 વાગ્યે સ્નેહ મિલનનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં ડે. મેયરડો. દર્શિતાબેન શાહ, મ્યુનિ. કમિશનર અમિત અરોરા, શાસકપક્ષ નેતા વિનુભાઈ ધવા, દંડકસુરેન્દ્રસિંહ વાળા અન્ય સમિતિના ચેરમેનઓ અને કોર્પોરેટરઓ તથા નાયબ કમિશનરઓ સહિતના અધિકારીઓ તથા કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે મેયરડો. પ્રદીપ ડવએ અધિકારીઓ / કર્મચારીઓને નવા વર્ષનિ શુભેચ્છા પાઠવતા જણાવ્યું હતું કે, ગયા વર્ષમાં માન. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીનાં ભવ્ય રોડ-શો, નેશનલ ગેમ્સ જેવા ભવ્ય કાર્યક્રમની સફળતા બદલ અભિનંદન. સ્વચ્છ સર્વેક્ષણમાં સાતમાં ક્રમે આવવા બદલ કર્મચારીઓની મહેનતને આવકારી હતી તેમજ આવી જ રીતે આવતા વર્ષે પણ કામગીરી કરતા રહીએ તેવી શુભેચ્છા પાઠવું છુ.
મ્યુનિ. કમિશનર અમિત અરોરાએ અધિકારીઓ / કર્મચારીઓને નુતન વર્ષ અભિનંદન પાઠવી ગયા વર્ષની જેમ આવનારા વર્ષમાં પણ રાજકોટને સ્વચ્છ, સુંદર અને રળિયામણું રાખવા સતત પ્રયત્નશીલ તેવી શુભેચ્છા પાઠવી હતી. કાર્યક્રમમાં મેયર , ડે. મેયરશ્રી, મ્યુનિ. કમિશનર , શાસપક્ષનેતા અને દંડક એ સૌને આવકારી, મીઠું મોઢું કરાવી નવા વર્ષની શુભકામના પાઠવી હતી.
મનપા દ્વારા મેયર સહિતના પદાધિકારીઓએ 13 એકાઉન્ટ કલાર્કને નિમણુંક પત્ર આપ્યા
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા હિસાબી શાખામાં એકાઉન્ટ ક્લાર્કની જગ્યાઓ માટે દૈનિક વર્તમાનપત્રમાં જાહેરાત આપી ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવેલ. જે અંગે લેખિત સ્પર્ધાત્મક પરીક્ષા લેવામાં આવેલ. લેખિત સ્પર્ધાત્મક પરીક્ષાના મેરીટના અગ્રતાક્રમ ધરાવતા 13 ઉમેદવારોને મેયર ડો. પ્રદિપ ડવ, ડે.મેયર ડો.દર્શિતાબેન શાહ, શાસક પક્ષ નેતા વિનુભાઈ ઘવા, ડે.કમિશનર આશિષ કુમાર દ્વારા નિમણુંક પત્ર આપવામાં આવેલ હતી. જેમાં નકુમ કુંભાણી, અંકુર પટ્ટણી, લીના સોલંકી, કલ્પેશ દવે, અલ્પેશકુમાર પરમાર, કિશોર ગોહેલ, ધર્મેશ સાંડપા, કુલદીપસિંહ ગોહિલ, અજયકુમાર સોલંકી, ચિરાગ ચૌહાણ, નિધિ ઠુંમર, રિતુ ગજેરા, નિલમ રાઠોડ વિગેરે એકાઉન્ટ ક્લાર્ક તરીકે નિમણુંક થયેલ છે.