રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રેસકોર્ષ ખાતે આવેલ કવિ રમેશ પારેખ રંગ દર્શન ખાતે યોજાયેલ હિન્દી હાસ્ય કવિ સમેલન ‘હોલી કે રંગ રાજકોટ કે સંગ’ કાર્યક્રમને હજારો શહેરીજનોએ ઉત્સાહભેર માણ્યો. આ કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને મેયર જૈમનભાઈ ઉપાધ્યાય ઉપસ્થિત રહેલ. આ કાર્યક્રમનું દીપ પ્રાગટ્ય ગુજરાત મ્યુનિસિપલ ફાઈનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખભાઈ ભંડેરી તેમજ રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મીરાણી, મેયર ડો. જૈમનભાઈ ઉપાધ્યાય તથા ગુજરાત પછાત વર્ગ વિકાસ નિગમના અધ્યક્ષ નરેન્દ્રભાઈ સોલંકી વિગેરેએ કરેલ.
આ કાર્યક્રમમાં શહેર ભાજપ પૂર્વ પ્રમુખ ભીખાભાઈ વસોયા, અનુસુચિત જાતિ મોરચાના રાષ્ટ્રીય મંત્રી ભાનુબેન બાબરિયા, ડેપ્યુટી મેયર ડો. દર્શિતાબેન શાહ, શહેર ભાજપ મહામંત્રી જીતુભાઈ કોઠારી, દેવાંગભાઈ માંકડ, સમાજ કલ્યાણ કમિટીના ચેરમેન જયમીનભાઇ ઠાકર, અશ્વિનભાઈ મોલીયા, દલસુખભાઈ જાગાણી, અગ્રણી ઉદ્યોગપતિ ત્રિલોકચંદ્ર ભરતીયા, અનિલકુમાર ગુપ્તા, ઓલ ઇન્ડિયા ટ્રક ઓપરેટર એસોસીએશન અધ્યક્ષ અશોક શર્મા, દંડક રાજુભાઈ અધેરા, તથા કોર્પોરેટરશ્રી અજયભાઈ પરમાર ઉપસ્થીત રહેલ.
મેયર જૈમનભાઈ ઉપાધ્યાય એ જણાવેલ કે રાજકોટ મહાનગરપાલિકા હર હંમેશ પ્રજાના પ્રશ્નો માટે તત્પર છે ત્યારે મનોરંજનની દ્રષ્ટીએ રાજકોટ શહેર મોખરે રહ્યું છે. ત્યારે રંગીલા રાજકોટ માટે આવા કાર્યક્રમો વર્ષમાં બે–ત્રણ વાર કરવામાં આવતા હોય છે. વધુમાં ગુજરાત રાજયના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનાં વડપણ નીચી રાજકોટમાં હજુ પણ શહેરમાં અનેક વિકાસ કાર્યો થશે અને ખરા અર્થમાં રંગીલું રાજકોટ શિર્ષક સાર્થક બનશે. રાજકોટ શહેરના નાગરિકો રંગે ચંગે હોળી ધુળેટીનો તહેવાર ઉજવે પરંતુ સાથે પાણીનો દુર વ્યય ન કરે અને પાણી બચાવે તે માટે અપીલ કરું છું.
આ હાસ્ય કવિ સંમેલનમાં કવિશ્રી અજાત શત્રુ, તેજ નારાયણ બૈચૈન, નવનીત હુલ્લડ, ભુવન મોહિની, અશોક ચારણ, હિમાંશુ બવંડર સહિતના તમામ કવિઓએ રાજકોટ શહેરની રંગીલી જનતાને મનોરંજન પૂરું પાડેલ. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા યોજાયેલ “હિન્દી હાસ્યકવિ સંમેલન” કાર્યક્રમને હજારો શહેરીજનોએ મોડીરાત સુધી ઉત્સાહભેર માણેલ હતો.
કાર્યક્રમની શરૂઆતમાં સ્વાગત પ્રવચન તેમજ કવિશ્રીઓનું બુકે થી સ્વાગત સમાજ કલ્યાણ કમિટીના ચેરમેન જયમીનભાઇ ઠાકરએ કરેલ તેમજ સર્વ મહેમાનોનું પુસ્તક આપી સ્વાગત તેમજ આભાર દર્શન અશ્વિનભાઈ મોલીયાએ કરેલ. અને મંચસ્થ તમામ મહાનુભાવોનું પ્રેક્ષકો પૈકી એક નાની બાળાના હસ્તે કુમકુમ તિલક કરી સ્વાગત કરવામાં આવેલ.