એક તરફ રાજકોટમાં ટ્રાફિક ઝુંબેશ શરૂ કરવામાં આવ્યો છે. ત્યારે બીજી બાજુ સરકારી વાહનો પ્રાઈવેટ કામમાં ઉપયોગ થતો હોવાનું સામે આવ્યું છે. RMCના કોઈ અધિકારીના પુત્રને લેવા અને મુકવા માટે સરકારી વાહનનો ઉપયોગ કરવામાં આવી રહ્યો હોવાનું સામે આવ્યું છે.
વિદ્યાર્થીને બપોરે લેવા માટે સરકારી ગાડી આવી હતી. જે વીડિયો કેમેરામાં કેદ થઈ ગયો હતો. હાલ આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. હવે સવાલ એ છે કે તંત્ર દ્વારા જવાબદાર અધિકારી સામે કોઈ કડક પગલા લેવામાં આવશે?