વોર્ડ નં.૦૨માં આવેલ શ્રી દંતોપંત ઠેંગડી પુસ્તકાલય ખાતે બહોળી સંખ્યામાં વાંચકો પુસ્તકાલયનો લાભ લે છે. તેમજ વાંચકોની સંખ્યા વધુ હોય જેથી વધુ એક રીડીંગ રૂમની જરૂરિયાત ધ્યાને લઈ વોર્ડ નં.૦૨ના જાગૃત કોર્પોરેટરશ્રીઓ દ્વારા અહી રીડીંગ રૂમ બનાવવા માંગણી કરવામાં આવેલ જે મંજુર થતા આજ તા.૧૨/૦૩/૨૦૧૮ના રોજ રૂ.૫૮.૭૧ લાખના ખર્ચે નિર્માણ પામેલ રીડીંગ રૂમનું લોકાર્પણ રાજકોટ શહેર ભાજપના પૂર્વ પ્રમુખ શ્રી નીતિનભાઈ ભારદ્વાજના હસ્તે કરાયું.
આ પ્રસંગે રાજકોટ શહેર ભાજપ પ્રમુખ શ્રી કમલેશભાઈ મિરાણી, વોર્ડ નં.૦૨ના કોર્પોરેટર તથા ડે.મેયર ડૉ.દર્શિતાબેન શાહ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન શ્રી પુષ્કરભાઇ પટેલ, મહામંત્રી દેવાંગભાઈ માંકડ, વોર્ડ નં.૦૨ના પ્રભારી શ્રી નરેન્દ્રસિંહ ઠાકુર, વોર્ડ નં.૦૨ના ભાજપના કોર્પોરેટર તથા આરોગ્ય સમિતિ ચેરમેન શ્રી મનીષભાઈ રાડીયા, વોર્ડ નં.૦૨ના ભાજપના કોર્પોરેટર તથા સમાજ કલ્યાણ સમિતિ ચેરમેન જયમીનભાઇ ઠાકર, વોર્ડ નં.૦૨ ભાજપના કોર્પોરેટર સોફીયાબેન દલ, રાજકોટ મહાનગરપાલિકાના બાંધકામ કમિટી ચેરમેન મુકેશભાઈ રાદડિયા, રાજકોટ શહેર મહિલા મોરચાના મહામંત્રી કિરણબેન માંકડિયા, પૂર્વ કોર્પોરેટર ધર્મેન્દ્રભાઈ મિરાણી, અતુલભાઈ પંડિત, જસુમતીબેન વસાણી, વોર્ડ નં.૦૨ના વોર્ડ પ્રમુખ રાજેન્દ્રસિંહ ગોહિલ, વોર્ડ મહામંત્રી જયસુખભાઈ પરમાર, ધેર્યભાઈ પારેખ, વોર્ડ અગ્રણી શ્રી ગૌતમભાઈ વાળા, રાજુભાઈ ઘેલાણી, કમલભાઈ ભટ્ટ, ગુલાબસિંહ જાડેજા, પારસભાઈ સોલંકી, ભરતભાઈ કાઠી, દશરથભાઈ વાળા, રાજુભાઈ લાખાણી, કૌશિકભાઈ અઢીયા, ભાવેશ ટોયટા, પંકજભાઈ જોશી, જે.ડી.ઉપાધ્યાય, જોરુભા ઝાલા, રાજુભાઈ દલવાણી, જે.આર.ભટ્ટ, માધવીબેન ઉપાધ્યાય, દીપાબેન કાચા, દેવયાનીબેન રાવલ, સીમાબેન અગ્રાવત વિગેરે ઉપસ્થિત રહેલ.
આ રીડીંગ રૂમ રૂ.૫૮.૭૧ લાખના ખર્ચે બાંધકામ કરાયું તેમજ ૧૫૦ વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ માટે વ્યવસ્થા કરાઈ. લાઈબ્રેરીમાં પણ પી.ઓ.પી. સાથે આકર્ષક સીલીંગ બનાવવામાં આવી. તેમજ વાંચન માટે આરામદાયક અને આકર્ષક ટેબલ ખુરશીઓ અહી મુકવામાં આવી છે. તેમજ હયાત લાઈબ્રેરીમાં ગ્રાઉન્ડ ફ્લોરમાં બાળકોના પુસ્તકો માટે નવું ફર્નીચર બનાવવામાં આવેલ છે. અને બીજા માળે ૫૩૭૦ ચો. ફૂટમાં પૂરતા હવા ઉજાસ સાથે RCC નું બાંધકામ કરી આ રીડીંગ રૂમ બનાવવામાં આવેલ છે. વાંચકોને વધુ સારી સુવિધા આ રીડીંગ રૂમથી મળી રહેશે.
સૌપ્રથમ ડે.મેયર ડૉ.દર્શીતાબેન શાહ, બાંધકામ સમિતિ ચેરમેન મુકેશભાઈ રાદડિયા, આરોગ્ય સમિતિ ચેરમેન મનીષભાઈ રાડીયા, સમાજ કલ્યાણ સમિતિ ચેરમેન જયમીનભાઈ ઠાકર વિગેરે દ્વારા રીડીંગ રૂમના ઉદઘાટક નીતિનભાઈ ભારદ્વાજ તથા શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મિરાણીને બુકે અર્પણ કરી સ્વાગત કરેલ ત્યારબાદ શહેર ભાજપ પૂર્વ પ્રમુખ નીતિનભાઈ ભારદ્વાજના વરદ હસ્તે તકતી અનાવરણ તથા રીબીન કાપી રીડીંગ રૂમનું લોકાર્પણ કરાયું હતું. મનીષભાઈ રાડીયા દ્વારા ઉપસ્થિત સૌ મહાનુભાવોનું શાબ્દિક સ્વાગત કરાયું હતું તથા આભારવિધિ બાંધકામ સમિતિ ચેરમેન શ્રી મુકેશભાઈ રાદડિયાએ કરેલ.