ટેક્સ કલેક્શનની વિગત, જન્મ-મરણ તેમજ લગ્ન નોંધણી સર્ટિફિકેટની વિગત, કોલ સેન્ટરમાં નોંધાયેલી ફરિયાદોની વિગત, મહાપાલિકાનાબજેટની વિગત એમ ચાર વિભાગ
મેયર ડો.પ્રદિપ ડવ દ્વારા મહાપાલિકાના આંતરિક વહીવટને વધુ સુદ્રઢ તેમજ પારદર્શી બનાવવા માટેનું એક અત્યંત મહત્વનું પગલું લેવામાં આવેલ છે. હાલના કોમ્પ્યુટર યુગમાં મહાપાલિકાની તમામ વિગતો આંગળીના ટેરવે મળી રહે તે માટે તેઓ દ્વારા મેયર ડેશબોર્ડ બનાવવાનો નિર્ણય આવ્યો હતો. આજે ભિમ અગિયારસના શુભ દિને મેયર ડેશબોર્ડનું શુભારંભ કરવામાં આવ્યો છે.
મેયર ડેશબોર્ડમાં મહાપાલિકાનો રોજ બરોજની તમામ વિગતો મેયરને ઓનલાઈન મળી શકે તેવી તંત્ર દ્વારા વ્યવસ્થા ગોઠવવામાં આવેલ છે.
મેયર ડેશબોર્ડને કુલ ચાર વિભાગમાં વહેચવામાં આવેલ છે.ટેક્સ કલેક્શનની વિગત, જન્મ/મરણ તેમજ લગ્ન નોંધણી સર્ટિફિકેટની વિગત, કોલ સેન્ટરમાં નોંધાયેલ ફરિયાદોની વિગત, મહાપાલિકાના બજેટની વિગત મળી રહેશે.
મહાપાલિકાના આવકમાં મુખ્ય સ્ત્રોતમાં મકાનવેરો, પાણીવેરો, વ્યવસાયવેરો તેમજ વાહનવેરો મુખ્ય છે. ડેશબોર્ડમાં ઉપરોક્ત તમામ વિગતો એક જ ક્લિક પર મળી શકે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવેલ છે. ચાલુ નાણાકીય વર્ષની શરૂઆતથી આજ દિન સુધીના કુલ કલેક્શનની વિગત તેમજ જે-તે દિવસના કલેકશનની વિગતોનો સમાવેશ થાય છે.
મકાન વેરા/પાણી વેરામાં વોર્ડ વાઈઝ કલેકશનની વિગતો તેમજ ઓનલાઈન તેમજ ઓફલાઈન કલેકશનની વિગતો નો સમાવેશ થાય છે.વ્યવસાય વેરામાં પ્રોફેશનલ ટેક્સ,એનરોલમેન્ટ સેર્ટિફિકેટ (ધંધાર્થીઑ પાસેથી વસૂલવામાં આવતો વ્યવસાય વેરો) અને પ્રોફેશનલ ટેક્સ રજિસ્ટ્રેશન અને સર્ટિફિકેટ (નોકરીયાત વર્ગ પાસે થી વસૂલવામાં આવતો વ્યવસાય વેરો) નો સમાવેશ થાય છે.રાજકોટ મહાનગરપાલિકાની હદમાં વેચાતા તમામ પ્રકારના નવા વાહનો (ટૂ વ્હીલર, થ્રી વ્હીલર, ફોર વ્હીલર, કોમર્શયલ વાહનો વગેરે) પાસેથી ઉઘરાવવામાં આવતા વાહન વેરાની વિગતો નો સમાવેશ થાય છે.
જન્મ/મરણ/લગ્ન નોધણીના પ્રમાણ પત્રોની વિગત : મહાનગરપાલિકા ની સૌથી વધુ લોક ઉપયોગી એવી જન્મ/મરણ/લગ્ન નોધણીના પ્રમાણપત્રો અંગે ની સુવિધા ઉપરોક્ત ડેશબોર્ડ માં આવરી લેવામાં આવેલ છે. લોકો દ્વારા ચાલુ સાલમાં કુલ ઈશ્યૂ કરવામાં આવેલ તેમજ જે-તે દિવસે ઈશ્યૂ કરવામાં આવેલ જન્મ/મરણ/લગ્ન નોધણીના પ્રમાણપત્રો ની વિગતો સરળતાથી ઉપલબ્ધ થઈ શકશે.
મહાનગરપાલિકાની સેવાઓ અંગેની ફરિયાદની વિગત : મહાનગરપાલિકા દ્વારા 2008 ની સાલ થી અમીન માર્ગ ખાતે 24 ડ્ઢ 7 કોલ સેન્ટર શરૂ કરવામાં આવેલ છે. આ કોલ સેન્ટર પર મહાનગરપાલિકા ની કુલ 22 શાખાઓની 100 જેટલી જુદી જુદી સેવાઓ અંગેની ફરિયાદ નોધવામાં આવે છે. વર્ષ દરમ્યાન આશરે કોલ સેન્ટર પર 2,00,000 (બે લાખ) જેટલી ફરિયાદો નોધવામાં આવે છે.
આ આધુનિક કોલ સેન્ટર માં નાગરિકો દ્વારા નોધાવવામાં આવેલ ફરિયાદ ને તેના વિસ્તાર તેમજ ફરિયાદની ટાઈપ ને આધારે આ ફરિયાદ ના નિવારણાં માટે જવાદાર જે-તે જવાબદાર અધિકારી/કર્મચારીને ઓટોમેટિક જખજ દ્વારા જાણ કરવામાં આવે છે તેમજ આ ફરિયાદ નું નિવારણ થયે ફરિયાદ કરનાર ને પણ જખજ દ્વારા જાણ કરવામાં આવે છે. આ સંપૂર્ણ પ્રકિયા સ્વયંસંચાલિત છે.
મેયર-ડેશબોર્ડ માં કોઈપણ ફરિયાદની સ્થિતિ ફરિયાદ લખાવનાર ના મોબાઈલ નંબર અથવા તો ફરિયાદ નંબર પરથી જાણી શકાય તેવી વ્યવસ્થા કરવામાં આવેલ છે. આ ઉપરાંત જો કોઈ ફરિયાદ લાંબા સમય થી વણઉકેલી હશે તો તેની વિગત પણ ડેશબોર્ડ પર થી મેયર તાત્કાલિક મળી શકશે. જેથી તેના નિવારણ માટે તેઓ યોગ્ય સૂચન કરી શકશે. આ ઉપરાંત જુદી જુદી શાખાઓ દ્વારા નોધવામાં આવેલ ફરિયાદ, સોલ્વ થયેલ ફરિયાદ તેમજ પેન્ડીંગ ફરિયાદની વિગતો પણ ઓનલાઈન રીયલ ટાઈમ મળી શકશે.
મહાનગરપાલિકા ની વિવિધ શાખાઓ ને ફાળવવામાં આવેલ બજેટ અને શાખાએ કરેલ ખર્ચની વિગતોનો ડેશબોર્ડ માં સમાવેશ કરવામાં આવેળ છે. મહાનગરપાલિકા ની શાખાઓને દર વર્ષે બજેટ ની ફાળવણી કરવામાં આવે છે અને તેની સામે શાખાએ કરેલ ખર્ચ ની વિગતો નોંધવામાં આવે છે. આ તમામ ખર્ચાઓ ને કેપિટલ ખર્ચ અને રેવન્યુ ખર્ચ એમ અલગ અલગ નોધવામાં આવે છે. આ તમામ પ્રક્રિયાને કોમ્પ્યુટરાઈઝડ કરવામાં આવેલ છે જેથી દરેક શાખા દ્વારા કરવામાં આવતા ખર્ચનું વિશ્લેષણ કરવામાં આવશે તેમજ દરેક ખર્ચ ની યોગ્યતા ચકાસી શકાશે. આ અવસરે રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મીરાણી, ડે.મેયર ડો.દર્શિતાબેન શાહ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પુષ્કરભાઇ પટેલ, શાસક પક્ષ નેતા વિનુભાઈ ઘવા, દંડક સુરેન્દ્રસિંહ વાળા, સ્થાયી સમિતિના સભ્ય મનીષભાઈ રાડીયા, વિગેરે ઉપસ્થિત રહયાં હતા.